નવી દિલ્હીઃ કોરોના મહામારીને પાછળ મૂકીને આગળ વધનારી દુનિયાની 53 આર્થિક શક્તિઓના રેન્કિંગમાં ભારતે રશિયા, હોંગકોંગ, ચીન, બ્રાઝિલ, ન્યૂઝીલેન્ડ જેવાને ઘણા પાછળ છોડીને ફરી એક વાર ૩૭મા સ્થાનને કાયમ રાખ્યું છે. કોરોના વાઈરસની સાથોસાથ જીવનને સામાન્ય કરનારી આર્થિક શક્તિઓને લઈને બનેલી એપ્રિલની કોવિડ રેજિલિએશન રેન્કિંગમાં નોર્વે પહેલા, આયર્લેન્ડ બીજા અને સંયુક્ત રાષ્ટ્ર અમીરાત ત્રીજા સ્થાને રહ્યા છે. ૫૩ મા નંબરે હોંગકોંગ, ૫૨ મા સ્થાને રશિયા અને ચીન ૫૧ મા સ્થાને છે. તેનાથી સારી સ્થિતિમાં પાકિસ્તાન ૫૦ મા સ્થાને છે. આ યાદી કોવિડ બાદના તમામ દૃષ્ટિકોણથી અહીં જનજીવનની સ્થિતિ જોઈને બનાવવામાં આવી છે, જેમાં સામાજિક-આર્થિક સ્થિતિઓની સાથે પર્યટનની હાલની સ્થિતિને પણ જોવામાં આવી છે. જ્યાં વિશેષ રીતે કોવિડ કેસમાં સુધાર છે અને પાબંદીઓ પૂરી રીતે હટી ગઈ છે, એ દેશ આ રેન્કિંગમાં ઉપર છે. ત્રણ માપદંડ પર કુલ ૧૧ શ્રેણીઓ પર મળેલા પોઇન્ટ કોરોનાથી રિકવરીને 4 રીતે જોવામાં આવી- પ્રતિ સેકન્ડ પર વેક્સિન ડોઝની સંખ્યા, લૉકડાઉનની કઠોરતા, ફ્લાઇટ કેપિસિટી અને વેક્સિનેશન ટ્રાવેલ રૂટ.
ફ્રાન્સ સૌથી વધુ નીચે ગબડ્યું, સુધારમાં સ્વિડન આગળ
સૌથી વધુ ૧૩ પોઇન્ટનો ઘટાડો ફ્રાન્સનો થયો છે અને તે ૧૮મા સ્થાને છે. સૌથી વધુ સુધાર સ્વિડન અને સિંગાપોરમાં થયો છે, જે ૧૭ રેન્ક ઉપર વધીને આ વખતે ક્રમશ: પાંચમા અને નવા સ્થાને છે. ચીન, હોંગકોંગ જેવા દેશો નીચા સ્થાને હોવાનું કારણ કોરોનાથી વધતા કેસ છે.

