બીજિંગ: બે વર્ષ કરતાં વધુ સમય બાદ ચીને કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે પરત ફરવાની મંજૂરી આપી છે અને તેના માટે વિદ્યાર્થીઓથી ફોર્મમાં જરૂરી જાણકારી માંગવામાં આવી છે. ચીનના ભારતીય દૂતાવાસે આ જાણકારી આપી. ભારતીય દૂતાવાસે કહ્યું, ૨૫ માર્ચે વિદેશમંત્રી વાંગ યીની સાથે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની બેઠક બાદ ચીની પક્ષે ચીનમાં ભારતીય વિદ્યાર્થીઓની વાપસીની સુવિધા પર વિચાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને વિદ્યાર્થીઓથી ૮ મે સુધી ફોર્મ ભરીને જાણકારી પૂરી પાડવાનો અનુરોધ કર્યો છે. ભારત ચીનમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા ૨૩ હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓની વાપસીની મંજૂરી આપવા માટે સતત દબાણ કરી રહ્યું હતું. આ પ્રયાસમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ગત મહિને પોતાની ચીની સમકક્ષ વાંગ યીની નવી દિલ્હીના પ્રવાસ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો.

