પાકિસ્તાનને અમેરિકાની ઓફર: મદદ કરશો તો સીપેક રદ કરી દઇશું

Tuesday 03rd May 2022 16:16 EDT
 
 

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની નવી શાહબાઝ શરીફ સરકારે ચીનથી કિનારે કરવાની શરૂઆત કરી દીધી છે. તેનો પ્રથમ સંકેત પાક. સરકારે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપેક)ની ઓથોરિટી ભંગ કરીને આપ્યો છે. ૨૦૧૩માં શરૂ કરાયેલા ૫ લાખ કરોડ રૂપિયાના સીપેક હેઠળ ચીન દ્વારા પાક.માં આધારભૂત માળખાને વિકસિત કરવાનું હતું પણ પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત બલુચિસ્તાનમાં સતત તેનો વિરોધ વધી રહ્યો છે. આ સ્થાનિક લોકોનાં હિતોને પ્રતિકૂળ છે. આ દરમિયાન બલુચ લિબરેશન આર્મી(બીએલએ)એ સીપેકમાં કાર્યરત ચીની કર્મીઓની હત્યા કરી. બીજી બાજુ શેહબાજ સરકારે સીપેક ઓથોરિટીને ભંગ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી. તેનું કારણ અનેક પ્રોજેક્ટમાં વિબંધ છે. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાન ચીને સાથે સીપેકની મહત્વાકાંક્ષી ડીલને રદ કરવા પણ તૈયાર છે. પણ તેની શરત છે કે જો અમેરિકા આ પ્રકારનો કોઇ મેગા પ્રોજેક્ટ પાકિસ્તાન માટે લાવશે તો તે એવું કરવા તૈયાર છે.


comments powered by Disqus