બિલાવલ ભુટ્ટો પાક.ના નવા વિદેશમંત્રી

Tuesday 03rd May 2022 16:19 EDT
 
 

ઇસ્લામાબાદઃ શાહબાઝ શરીફની સરકારમાં નારાજ ચાલી રહેલા બિલાવલ ભુટ્ટો પણ હવે જોડાઈ ગયા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ના પ્રમુખ બિલાવલે વિદેશમંત્રી પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ શપથ અપાવ્યા હતા. શાહબાઝ શરીફ પણ હાજર હતા. એક સપ્તાહ પહેલાં જ બિલાવલના નારાજ થવાના અહેવાલ મળ્યા હતા. તેના બાદ બિલાવલે નવાઝ શરીફ સાથે લંડનમાં મુલાકાત કરી હતી. હવે ૧૦ વર્ષ માટે કાયદેસરનો પાસપોર્ટ જારી કરાયાના ૧ દિવસ બાદ પૂર્વ પીએમ નવાઝ શરીફ ઈદ બાદ વતન પરત ફરી શકે છે.


comments powered by Disqus