સિંગાપોરમાં કાયદાની પરીક્ષામાં ત્રણ ભારતીય વકીલે ચોરી કરી

Tuesday 03rd May 2022 16:23 EDT
 

સિંગાપોરઃસિંગાપોરમાં કાયદાની પરીક્ષા 2020માં છેતરપિંડી આચરનાર છ લોકોમાં ત્રણ ભારતીય મૂળના ટ્રેઈની વકીલ પણ સામેલ છે તેમ મીડિયાના એક અહેવાલમાં જણાવવામાંઆવ્યું છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર સિંગાપોર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ યૂ હાન ટેકે તેમના નામોને સંશોધિત કરવાના આદેશને રદ્દ કરી દીધો હતો.
આદેશમાં સામેલ છ વ્યક્તિઓમાં ભારતીય મૂળના મોનિશા દેવરાજ, ગુજરાતી મૂળના કુશલ અતુલ શાહ અને શ્રીરામ રવિન્દ્રનનો સમાવેશ થાય છે. અન્ય ત્રણ આરોપીઓમાં લિન કુએક યી ટિંગ, મેથ્યુ ચો જુ ફેંગ અને ચીની મૂળના લિયોનેલ વોંગ ચોંગ યૂંગનો સમાવેશ થાય છે.
ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર પાંચ ટ્રેઈની વકીલોએ પરીક્ષાના છ પ્રશ્નપત્રોના ઉત્તર વોટ્સએપના માધ્યમથી શેર કર્યા હતા. જ્યારે છઠ્ઠા ટ્રેઈનીએ અન્ય ઉમેદવારની સાથે મળીને ત્રણ પેપરમાં નકલ કરી હતી.


comments powered by Disqus