જજઃ તમે દારૂ પીને કાર ચલાવતા હતા! 10000 રૂપિયા દંડ ભરી દો.
આરોપીઃ સાહેબ! દંડ તો ભરી દઈશ પણ એક સવાલ પૂછું?
જજે ઘડીભર વિચાર કરીને કહ્યુંઃ પૂછો.
આરોપીઃ સાહેબ દારૂ બનાવવાની, વેચવાની, પીવાની પરવાનગી સરકાર આપે છે. કાર બનાવવાની, ચલાવવાની પરવાનગી સરકાર આપે છે. તો સરકારને છોડીને મને દંડ શા માટે?
---
ભૂરોઃ શું વાંચે છે આ?
જિગોઃ બાળ ઉછેર કેવી રીતે થાય એનું પુસ્તક વાંચી રહ્યો છું.
ભૂરોઃ પણ તારે ક્યાં બાળકો છે?
જિગોઃ હા, તેમ છતાં અત્યારે બાળક તરીકે મારો ઉછેર યોગ્ય થઈ રહ્યો છે કે નહીં તેની ચકાસણી કરું છું.
---
જિગોઃ આ સાહેબને શું થયું છે, કેમ વાંકા વાંકા ચાલે છે?
ભૂરોઃ દરરોજ આવીને આપણને સોટીઓ મારે છે એનું પરિણામ.
જિગોઃ એટલે?
ભૂરોઃ ગઈકાલે મેં એમના ટિફિનમાં બે ચોકલેટ અને એક ચિઠ્ઠી મૂકી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતુંઃ જાનુ બન્ને ચોકલેટ તું જ ખાજે... પેલી ચૂડેલને ના આપતો.
---

