વોશિંગ્ટન: આખી દુનિયામાં ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અમેરિકા અને યુરોપમાં કોરોનાના કેસમાં ઘટાડાની શરૃઆત થઈ છે. યુરોપમાં શનિવારે ૭.૩૯ લાખ કેસ નોંધાયા હતા જેની સામે રવિવારે ૩.૬૮ લાખ નવા કેસ પ્રકાશમાં આવ્યા હતા. અમેરિકામાં રવિવારે નવા ૧.૮૫ લાખથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે બ્રિટનમાં ૧.૩૭ લાખ, ઈટાલીમાં ૬૧,૦૦૦ તેમજ ફ્રાન્સમાં ૫૮૦૦૦ અને કેનેડામાં ૩૫,૦૦૦ નવા કેસ આવ્યા હતા. આખી દુનિયામાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૮,૫૭,૮૯૨ કેસ જોવા મળ્યા હતા. ૩૧૩૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. કુલ કેસનો આંકડો ૨૯.૦૮ કરોડને વટાવી ગયો હતો. ૫૬.૪૨ લાખથી વધુ દર્દીનાં મોત થયા હતા. ફ્રાન્સમાં જેમણે વેક્સિન ન લીધી હોય તેમને ભારે દંડ કરવા વિચારાઈ રહ્યું છે.
અમેરિકામાં એક જ દિવસમાં નવા ૧.૮૫ લાખથી વધુ કેસ નોંધાયા હતા. જે આખી દુનિયામાં સૌથી વધારેમાં વધારે છે. જો કે ત્યાં ડેથ રેટ ઓછો થઈ રહ્યો છે. ૧૬૨ દર્દીઓનાં મોત થયા છે. કુલ કેસની સંખ્યા વધીને ૫.૬૧ કરોડને વટાવી ગઈ છે. ૮.૪૭ લાખનાં મોત થયા છે. યુએસના સંરક્ષણપ્રધાન લોયડ ઓસ્ટિન સંક્રમિત થયા છે. અમેરિકાનાં વાઈરોલોજિસ્ટ ફૌસીએ કહ્યું હતું કે જે લોકોમાં કોરોનાનાં લક્ષણો જણાયા નથી તેમનો ટેસ્ટ કરાવવા CDC વિચારી રહી છે.
એક જ દિવસમાં વિશ્વભરની ૪૦૦૦ ફ્લાઇટ રદ
નૂતન વર્ષના આગમનો ઉત્સવ મનાવવા જાણીતા પર્યટક સ્થન કેપરદેશ જવાની યોજના ઘડીને બેઠેલા સંખ્યબંધ લોકોને ઓમિક્રોન વાઇરસે આ વર્ષે નિરાશ કર્યા છે. ઓમિક્રોનના પ્રભાવને જોતાં રવિવાર વિશ્વભરની ૪૦૦૦ ફ્લાઇટ્સરદ થઈ હતી.તે પૈકી અડધોઅડધ કરતાં વધઉ ફ્લાઇટ માત્ર અમેરિકામાં રદ થઈ હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઈટ અવેરના જણાવ્યા મુજબ રવિવાર રાતે ૮ વાગ્યા સુધીમાં વિશ્વભરમાં દ થયેલી ૪૦૦૦ ફ્લાઇટ્સ પૈકી ૨૪૦૦થી વધુ ફ્લાઇટ માત્ર અમેરિકામાં જ રદ થઈ હતી. અમેરિકામાં સ્કાયવેસ્ટ અને સાઉથવેસ્ટની ફ્લાઅટ સૌથી વધુ સંખ્યામચાં રદ થઈ હતી. શ્કાટવેસ્ટ એલાઈનની ૫૧૦ અને સાઉથ વેસ્ટની ૪૧૯ ફ્લાઇટ રદ થઈ હતી. અહેવાલમાં જણાવ્યા મુજબ ઓમિક્રોનના વધી રહેલા પ્રકોપને કારણે વિશ્વ સ્તરે ૧૧,૨૦૦થી વધઉ ફ્લાઈટના ઉડાનમાં વિલંબ સર્જાયો હતો. તેને કારણે પણ પ્રવાસીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

