ગુજરાતી મૂળના ડૉ. પ્રદીપ મરચન્ટ ૧૩૫ વ્યક્તિ વિશેષની યાદીમાં સામેલ થયા છે. આ તમામને કેનેડાના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. બાળરોગ નિષ્ણાત ડૉ. પ્રદીપ મરચન્ટને ભારતીય સમુદાય માટે લાંબા સમયથી આપેલા યોગદાન, સેવાભાવી કાર્યો તથા કેનેડા - ભારત વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં તેમના નેતૃત્વની ભૂમિકાને ધ્યાને લઈ ‘ઓર્ડર ઓફ કેનેડા’થી સન્માનિત કરાયા છે. ડૉ. મરચન્ટ ઉપરાંત ભારતીય મૂળના ડૉ. વેંકટમ ઐયર લક્ષ્મણન અને રિયલ એસ્ટલ મોગલ બોબસિંહ ધિલ્લોનને પણ તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. ઓટાવામાં બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સ્થાપવામાં ડૉ. મરચન્ટની સક્રિય ભૂમિકા છે.
