મોદીને ઘઉંના દાણાથી બનાવેલું તેમનું ચિત્ર અર્પણ કરાયું

Friday 07th October 2022 04:16 EDT
 
 

ભાવનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે હતા. વડા પ્રધાને ભાવનગરમાં ભવ્ય રોડ-શો કર્યા બાદ અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ભાવનગર મુલાકાત દરમિયાન ગુજરાતના શિક્ષણમંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘઉંના દાણાથી બનાવેલું તેમનું ચિત્ર અર્પણ કર્યું હતું.
વિશ્વ પ્રસિદ્ધ નોબેલ પુરસ્કૃત ડો. નોર્મલ બોરલોએ જેને વિશ્વના સૌથી મોટી સાઈઝના ઘઉંનું બિરુદ આપેલ છે તેવા ગુજરાતની લોકભારતી સંસ્થા દ્વારા સંશોધિત પ્રાકૃતિક લોક-વન ઘઉંની જાતના દાણામાંથી આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરના સિહોર તાલુકાના સણોસરામાં શિક્ષણ સંસ્થા લોકભારતીએ લોક-વન ઘઉંની જાત તૈયાર કરી છે. ઘઉંની આ જાત કૃષિ વૈજ્ઞાનિક ઝવેરભાઈ દ્વારા તૈયાર કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ જાતનું આજે મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબર, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિતના 16 જેટલા રાજ્યમાં વાવેતર કરવામાં આવે છે અને ખેડૂતો તેના વેચાણમાંથી અઢળક રૂપિયા રળે છે.


    comments powered by Disqus