ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીની ઘેરાબંધી કરી ટોળાનો હોબાળો

Tuesday 05th July 2022 15:13 EDT
 
 

વાંસદાઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ઇસખંડી જાગીરદાર વિકાસ મંડળના નેજા હેઠળ કલેકટર કચેરીનો ઘેરાવ થયો હતો. ખાખી કપડાંધારી દેખાવકારો સહિત 500થી વધુ લોકોએ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ કચેરીને બાનમાં લેતાં ચકચાર મચી ગઇ હતી. સળંગ ચાર કલાક સુધી દેખાવકારોએ કલેક્ટર ઓફિસમાં એકપણ વ્યક્તિને પ્રવેશવા કે બહાર આવવા દીધો ન હતો. આખરે  પોલીસ એકશન મોડમાં આવી હતી.ડાંગ જિલ્લામાં ઇસખંડી જાગીરી મંડળ નામના આદિવાસી સંગઠન દ્વારા કલેકટર કચેરીની ઘેરાબંધી કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિ ડાંગ જિલ્લો આદિવાસીઓનો હોવાનો દાવો કરી કલેકટર કચેરી ખાલી કરાવવા માટે રેલી સ્વરૂપે કલકેટર કચેરી પહોંચ્યા હતા. મંડળીના સભ્યોને જોતા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી.


    comments powered by Disqus