‘અન્ડરવર્લ્ડના લીધે ઘણી ફિલ્મો ગુમાવી’

Thursday 07th July 2022 08:03 EDT
 
 

હિન્દી ફિલ્મઉદ્યોગમાં નેવુંના દાયકામાં અંડરવર્લ્ડનું વર્ચસ્વ હતું એ બહુ જાણીતી વાત છે. હવે તે સમયની અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ દાવો કર્યો છે તે વખતે અંડરવર્લ્ડના દબાણને કારણે તેને ઘણીબધી ફિલ્મો ગુમાવવી પડી હતી. સોનાલીએ તાજેતરમાં કરેલા ઘટસ્ફોટમાં એવું કહ્યું હતું કે ઘણી વખત એવું બન્યું છે કે કોઈ ફિલ્મના રોલ માટે તેની સાથે વાત થઈ હોય, તેનું નામ પણ નક્કી થયું હોય અને અચાનક તેને જાણ થાય કે એ રોલ માટે હવે બીજી કોઈ હીરોઈનને લેવામાં આવી છે. તે સમયે પ્રોડ્યુસર કે એક્ટર તેમની આગળ કબૂલતા કે અમારા પર બહુ પ્રેશર છે અને આમાં અમારાથી કશું થાય એમ નથી. કોઈનો ફોન આવે અને મારો રોલ મારી પાસેથી છીનવાઈને બીજી કોઈ હીરોઈનને મળી જાય એવું અનેક વખત બન્યું છે. સોનાલી કહે છે કે તે વખતે ફિલ્મજગતને ઉદ્યોગનો દરજ્જો મળ્યો ન હતો. આથી બહુ મોટાપાયે ગેરકાયદેસર નાણું ઠલવાતું હતું.


comments powered by Disqus