ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ હોલિવૂડ ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે અને તેની પહેલી હોલિવૂડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’નું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. જોકે તેની પ્રેગનન્સીના સમાચાર પછી લોકો મૂંઝવણમાં છે કે તેનું શિટિંગ ચાલુ રાખશે કે નહી? જોકે આલિયાનું કહેવું છે કે હજી પ્રેગનન્સીની શરૂઆત જ હોવાથી નજીકના સમયમાં તો તેનો કામમાંથી બ્રેક લેવાનો વિચાર નથી. આલિયા ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર સાથે જોવા મળશે અને આ પહેલી વખત બનશે કે બંને કલાકાર એક સાથે ફિલ્મમાં અભિનય કરશે. આ ફિલ્મ આગામી નવમી સપ્ટેમ્બરે રિલીઝ થવાની શક્યતા છે.

