ધર્મશાળા: તિબેટના 87 વર્ષીય ધર્મગુરુ દલાઇ લામાએ ચીનને મોટો ફટકો આપ્યો છે. દલાઇ લામાએ આઠ વર્ષના મોંગોલિયન બાળકને તિબેટ બૌદ્ધ ધર્મનો ત્રીજો સૌથી મોટો ધર્મગુરુ બનાવ્યો છે. આ જોડિયાં બાળકો પૈકી એક છે.
દલાઇ લામાએ આ બાળકને 10મા ખલખા જેટસન થમ્મા રિનપોછેના પુનર્જન્મ તરીકે ગણાવ્યા છે. તિબેટિયન ધર્મગુરુના પુનર્જન્મ સાથે સંબંધિત કાર્યક્રમનું આયોજન હિમાચલ પ્રદેશનાં ધર્મશાલા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 600થી વધારે મોંગોલિયન લોકો પહોંચ્યા હતા.
દલાઇ લામાની આ ઘોષણા રાજકીય રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ચીન તિબેટી બૌદ્ધ ધર્મની પરંપરામાં પોતાના લોકોની વરણી કરવા ઇચ્છુક છે. તિબેટમાં કોઇ પણ પ્રકારના બળવાની શક્યતા ન રહે તે માટે ચીન દ્વારા આવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ચીને અલગ રીતે ધાર્મિક નેતાઓની વરણી પણ કરી છે, જોકે તિબેટના લોકો આને માનતા નથી. દલાઇ લામા 2016માં પણ મોંગોલિયા ગયા હતા. એ વખતે દલાઈ લામાએ કહ્યું હતું કે, લામા જેટસન ધમ્મા મોંગોલિયામાં પુનર્જન્મ લઇ ચૂક્યા છે.

