અમેરિકાની ક્રિશ્ચિયન કોન્વેન્ટ સ્કૂલમાં ફાયરિંગઃ 6 મોત

Wednesday 29th March 2023 07:12 EDT
 
 

નૈશવિલેઃ અમેરિકાના નૈશવિલેની ક્રિશ્ચિયન કોન્વેન્ટ સ્કૂલમાં ત્યાંની જ એક પૂર્વ વિદ્યાર્થિની 28 વર્ષીય ઓડ્રે હાલે દ્વારા ભારે ફાયરિંગ કરવામાં આવ્યું. ઓટિસ્ટિક ટ્રાન્સજેન્ડર મહિલા ઓડ્રે દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં 6 વ્યક્તિનાં મોત નીપજ્યાં, જેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાના પગલે સ્કૂલમાં પહોંચેલી સ્થાનિક પોલીસે જવાબી કાર્યવાહીમાં ઓડ્રેને ઠાર મારી હતી.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, હુમલાખોર ઓડ્રે આ જ સ્કૂલની પૂર્વ વિદ્યાર્થિની હતી અને તે ટ્રાન્સજેન્ડર છે. સ્કૂલમાં તે પ્રવેશી તે સમયે તેની પાસે બે અસોલ્ટ રાઇફલ અને એક હેન્ડગન હતી, જેના દ્વારા કરાયેલા ફાયરિંગમાં 3 બાળકો સહિત 6 વ્યક્તિનાં મોત થયાં છે. અમેરિકામાં 2023માં માસ શૂટિંગની આ 129મી ઘટના હતી. ઓડ્રેએ કયાં કારણોસર સ્કૂલ પર હુમલો કર્યો તે અંગે હજુ કોઈ જાણકારી મળી નથી. પોલીસે હુમલાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.


comments powered by Disqus