યુકેમાં ટિલ્ડા 50 કરતાં વધુ વર્ષથી ભોજનનાં ટેબલો પર સ્વાદ, સુગંધ અને પૌષ્ટિકતાથી ભરપૂર મધુર ભોજન પીરસી રહેલ છે. પવિત્ર રમઝાન મહિનાના આરંભે ટિલ્ડાએ લંડનના ધ હેકની ખાતે 14 માર્ચે ટીવી શેફ પરવીન અશરફ (@parveenthespicequeen) અને ખાદ્યાન્ન લેખિકા ઝાલેહા ઓલ્પિન (@zaleha.olpin)ના સહયોગથી સ્વાદ અને સોડમથી ભરપૂર વિશિષ્ટ સાંજનું આયોજન
કર્યું હતું.
પરવીન અશરફે પોતાના પાકિસ્તાની વારસાની સ્મૃતિને અંજલિ આપતાં ‘ટિલ્ડા ગ્રાન્ડ એકસ્ટ્રા લોન્ગ બાસમતી’ના ઉપયોગ સાથે ખાસ ‘ચિકન બિરિયાની’ ડિશનો થાળ સજાવ્યો હતો જ્યારે ઝાલેહાએ ‘ટિલ્ડા પ્યોર ઓરિજિનલ બાસમતી’નો ઉપયોગ કરીને પોતાની ક્લાસિક ડિશ ‘નાસી ગોરેન્ગ’ થકી મલેશિયાના અસલી સ્વાદ સાથે ઓડિયન્સનું દિલ જીતી લીધું હતું.
આ ઈવેન્ટને સંબોધતા ટિલ્ડાના મેનેજિંગ ડાયરેક્ટર જીન-ફિલિપ્પે લાબોર્ડેએ જણાવ્યું હતું કે, ‘રમઝાન કોમ્યુનિટી માટે વિશિષ્ટ સમય છે અને એક બ્રાન્ડ તરીકે અમારા માટે પણ તે અતિ વિશિષ્ટ સમય છે કારણ કે અમે અમારા ઉત્પાદનોની રેન્જ ઘરમાં રાંધનારા (હોમ કૂક્સ)ને તેમના વ્યંજનોની સંસ્કૃતિઓ નીરખવા અને માણવા મળે તેની ખાતરી કરવા ઈચ્છીએ છીએ. પરંપરાગત નિષ્ણાત રસોઈયા-બાવર્ચી હોય કે વૈશ્વિક વ્યંજનની તલાશ કરનારાં હોય, ટિલ્ડા રમઝાનની ઉજવણીના કેન્દ્રસમાન છે.’
પરવીનની ઈફતાર ઉજાણીમાં આવશ્યક રહેલા ચના ચાટ કપ્સ અને ઠંડક આપતા કાકડીના રાયતાનો પણ સમાવેશ થયો હતો જ્યારે ઝાલેહાની ઉજાણીમાં પાઈ ટીઝ (વેજિટેબલ ભરેલા કરકરા ટોપ હેટ્સ) તેમજ કેરાબુ ઈકાન (તીખાં પાન વોટરક્રેસ અને ફિશ સલાડ)નો સમાવેશ કરાયો હતો.
બંને શેફ્સે શાહાકારી અને વિગન મહેમાનો માટે ભરપૂર વિકલ્પો મળી રહે તેની ચોકસાઈ રાખી હતી. ઝાલેહાની નાસી ગોરેન્ગ કેરાબુ વાનગી વેજિટેબલ ફ્રાઈડ ચોખાની ડિશ હતી જેને ટોફુની મોટી સ્લાઈસ સાથે પીરસવામાં આવી હતી. પરવીને ભોજન ટેબલ પર જેકફ્રૂટ-ફણસ અને શક્કરિયાના માવાદાર ટુકડાઓના ઉપયોગ સાથે બિરયાનીનો શાકાહારી પ્રકાર રજૂ કર્યો હતો. આ દિવસે પીરસાયેલી વાનગીઓની રેસિપી જાણવા માટે ટિલ્ડાની વેબસાઈટ પર નજર નાખતા રહેશો.
પરવીને પોતાના ગુપ્ત સામગ્રી કે મસાલા વિશે વાત કરતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘યોગ્ય પ્રમાણમાં સામગ્રી કે મસાલાના ઉપયોગથી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં મદદ જરર મળે છે પરંતુ, વિશેષ બાબત એ છે કે રાંધવા દરમિયાન તમે જે પ્રેમ તેમાં ઉમેરો છો તેનાથી કોઈ પણ વાનગી વિશિષ્ટ બની જાય છે. હું તો બાળપણથી જ ટિલ્ડાની ચાહક છું કારણ કે મારી માતા હંમેશાં ટિલ્ડા બાસમતી ચોખા જ રાંધતી હતી. આજે મને આ કાર્યક્રમ દ્વારા દરેકને મારાં પાકિસ્તાની વારસાની વાનગીઓ પીરસતાં ભારે ગર્વ થાય છે.’
ઝાલેહાની મલેશિયન ફ્લેવર્સે લોકો માટે અબાધિત મોજ બની રહી હતી. આ સ્વાદને વધારવા માટે હળદરના પાન, ટોર્ચ જિંજર ફ્લાવર (આદુનો સ્વાદ ધરાવતા પ્લાન્ટનું લાલ કે ગુલાબી ફૂલ), લેમનગ્રાસ સહિત અન્ય વિશિષ્ટ પદાર્થોનો ઉપયોગ કરાયો હતો તેની જાણકારી લોકોને આપી ત્યારે તેઓ ખુશ થઈ ગયા હતા. પોતાના મેનુ વિશે જણાવતાં ઝાલેહાએ કહ્યું હતું કે, ‘રમઝાનની મુખ્ય બાબત સહભાગીતા - વહેંચવાની છે અને મને ગર્વ છે કે ‘ટિલ્ડા ફ્લેવર્સ ઓફ રમઝાન’ ઈવેન્ટમાં હું તમારી સાથે મારી મલેશિયન સંસ્કૃતિને વહેંચી શકી છું. મલેશિયામાં રમઝાનની ખાસ પસંદગીની અને મારો પરિવાર જેને ખાસ પસંદ કરે છે તેવી ચોખાની ટિલ્ડા બ્રાન્ડના ઉપયોગથી પાઈ ટી, કેરાબુ નઈકાન, કુઈહ લોપેસ જેવી વિવિધ વાનગીઓ અને મારી શોસ્ટોપર ડિશ નાસી ગોરેન્ગ કેરાબુને મહેમાનોએ માણી તેનાથી આ ઉત્સાહપૂર્ણ સ્થળમાં રંગત જામી હતી.’
ટિલ્ડા ફ્રેગરન્ટ જાસ્મિન ચોખાથી બનાવાયેલી નાળિયેરની મલાઈ સાથે ભરપૂર પિસ્તાં, ગુલાબની પાંખડીઓ ભભરાવેલી ખીર અને માઈક્રોવેવ કરી શકાય તેવા રાંધવા માટે તૈયાર ટિલ્ડા ચોખાના પરિવારમાં
નવા સભ્ય ‘ટિલ્ડા સ્ટિકી રાઈસ’થી બનાવાયેલી કુઈહ લોપેસ - Kuih Lopes (ખાંડની ચાસણી સાથે ભાતની મીઠાઈ) વાનગીના સર્વિંગ સાથે સોડમપૂર્ણ સાંજનું સમાપન થયું હતું.
આ રમઝાનમાં પર્શિયાની વિવિધ લહેજત, જોર્ડનની વિશિષ્ટ સોડમો, અફઘાનિસ્તાનના સ્વાદ, મિડલ ઈસ્ટના પકવાનો, બાંગલાદેશની આરામપ્રિયતા, આફ્રિકાની ગુંજ -કંપન, સોમાલિયાની પૌષ્ટિકતા અને ઘણા બધાની તલાશ કરજો કારણ કે ટિલ્ડા તમારી થાળીને વિશિષ્ટપણે સજાવી આપવાની ખાતરી આપે છે.

