હેરોના બ્લુ રૂમ સ્પોર્ટ્સ વેન્યુ ખાતે રવિવારે યોજાયેલા લંડન ડિસ્ટ્રીક્ટ નેશનલ ફેડરેશન ઓફ રિટેઇલ ન્યૂઝ એજન્ટ્સ (એનએફઆરએન)ના એન્યુઅલ ડિનર ડાન્સ કાર્યક્રમને 300થી વધુ મહેમાનોએ માણ્યો હતો. આ પ્રસંગે એનએફઆરએન લંડનના ડિસ્ટ્રીક્ટ પ્રેસિડેન્ટ કિશોરભાઇ ચંદારાણાએ મહેમાનોને આવકાર્યા હતા. જનરલ સેક્રેટરી ગ્વેન પેટર્સને પ્રાસંગિક સંબોધન કરતાં તમામ સભ્યોને એકસંપ થવા અને વધુ મજબૂત બનવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ધ માઇટી કિચનના સીઇઓ જ્યોર્જ વોઉના સહયોગને બિરદાવવામાં આવ્યો હતો.

