નવી દિલ્હીઃ બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 11 આરોપીઓને મુક્ત કરવા મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. 2002નાં ગુજરાત રમખાણો દરમિયાન બર્બરતાનો ભોગ બનેલી બિલ્કિસના 11 દોષિતોને ગતવર્ષે 15 ઓગસ્ટે છોડી મૂકવામાં આવ્યા હતા, ત્યાર બાદ આજીવન કેદની સજા પામેલા અને કોર્ટમાં રહેલા દોષિતોની તાકીદે મુક્તિના મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત, કેન્દ્ર સરકારને દોષિતોને માફી આપવા સંબંધિત ફાઇલો સાથે 18 એપ્રિલે તૈયાર રહેવાનો નિર્દેશ જારી કર્યો છે.
રાજકીય આગેવાનો અને નાગરિક અધિકાર સાથે જોડાયેલા લોકોએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના અનુસંધાને તથા બિલ્કિસ બાનો દ્વારા દાખલ કરાયેલી રિટ પિટિશનની સુનાવણી હાથ ધરાઈ હતી. જસ્ટિસ કે.એમ. જોસેફ અને બી.વી. નાગરત્નની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી.

