રમજાનમાં સાઉદીએ ઈરાન-સીરિયા સામે દોસ્તીનો હાથ લંબાવ્યો

Wednesday 29th March 2023 07:08 EDT
 
 

તહેરાનઃ ઇસ્લામમાં રમજાન મહિનાને પવિત્ર માનવામાં આવે છે. તે પ્રસંગે ઇસ્લામિક વિશ્વમાં એકતાની પહેલ વેગીલી બની રહી છે. સાઉદી અરબે લાંબી શત્રુતા ભૂલીને ઇદ પહેલાં જે સીરિયા સાથે રાજદ્વારી સંબંધો બહાલ કરવાનો નિર્ણય લઈ લીધો છે. ઇરાનના વિદેશપ્રધાન આમિર અબદુલ્લાહિયાન સાઉદીના સમકક્ષ સાથે બે વાર વાતચીત કરી ચૂક્યા છે. સમાચાર મળ્યા છે કે બંને દેશોના વિદેશપ્રધાનો વચ્ચે રમજાનના મહિનામાં જ મુલાકાતની સહમતી બની છે.
આ અસામાન્ય ઘટના ક્રમમાં સાઉદી અરબે કટ્ટર દુશ્મન સીરિયા સાથે દોસ્તીની પહેલ કરી છે. ઈરાન બાદ શિયા અને સુન્નીથી પર થઈને સાઉદીએ સીરિયા સાથે પણ કૂટનીતિક સંબંધો બહાલ કરવા નિર્ણય લીધો છે. બંને દેશે એક દાયકા પહેલાં પારસ્પરિક સંબંધો સમાપ્ત કરી દેતાં એકબીજાના દૂતાવાસો બંધ કરી દીધાં હતાં. બંને દેશ એકબીજાને ત્યાં દૂતાવાસ ફરી શરૂ કરવા સહમત થયા છે.


comments powered by Disqus