IAS વિજયકુમાર ખરાડી SPIPAના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ
2009 બેચના IAS અધિકારી વિજયકુમાર લાલુભાઈ ખરાડીને સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA), અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં મ્યુનિસિપલ કમિશનર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે કાર્યરત હતા. તેઓ 2014 બેચના IAS અધિકારી પ્રભય જોશીનું સ્થાન લેશે.
ફિલિપ ગ્રીન ભારતમાં બેરી ઓ'ફેરેલનું સ્થાન લેશે
બર્લિનમાં ઑસ્ટ્રેલિયાના સેવા આપતા રાજદૂત, ફિલિપ ગ્રીનને ટૂંક સમયમાં ભારતમાં ઑસ્ટ્રેલિયાના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે. તેઓ બેરી ઓ'ફેરેલનો સ્થાન લેશે.
રતન ટાટાની ‘ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’માં નિમણૂક
રતન ટાટાને ઑસ્ટ્રેલિયા-ભારત દ્વિપક્ષીય સંબંધો, ખાસ કરીને વેપાર, રોકાણ અને પરોપકારના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઑસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝન ઑફ ઑર્ડર ઑફ ઑસ્ટ્રેલિયામાં માનદ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
આખરે બે વર્ષ પછી એરિક ગારસેટ્ટી ભારતમાં અમેરિકી રાજદૂત નિયુક્ત
યુએસ સરકારે લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગારસેટ્ટીને ભારતમાં નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. ગારસેટ્ટી બિડેનના નજીકના સાથી છે, તેમને 2021માં યુએસ પ્રમુખ દ્વારા આ પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે તેઓ મેયર હતા ત્યારે તેમની સહાયક સામે જાતીય સતામણીના આરોપોની અવગણના કરી હોવાના આક્ષેપો પછી તેમની નિમણૂક અટકાવવામાં આવી હતી. હવે સેનેટે 52-42 ના મત દ્વારા 52-વર્ષીય ગારસેટ્ટીની નિમણૂકની પુષ્ટિ કરી છે. બંને દેશો વચ્ચે મજબૂત સુરક્ષા અને વ્યાપારી સંબંધો હોવા છતાં જાન્યુઆરી 2021 થી યુએસ પાસે ભારતમાં કોઈ રાજદૂત નથી.
ન્યુઝીલેન્ડના હાઈ કમિશનરને સમોઆનો પણ હવાલો
ન્યુઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણને સમોઆમાં ભારતના હાઈ કમિશનર તરીકે હવાલો સોપવામાં આવ્યો છે. સ્વતંત્ર રાજ્ય સમોઆમાં તેઓ ટૂંક સમયમાં કાર્યભાર સંભાળશે.

