ચેન્નઈઃ ટ્વેન્ટી20 ફોર્મેટના સ્ટાર બેટ્સમેન ભારતના સૂર્યકુમાર યાદવના નામે વન-ડે ક્રિકેટમાં શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં પણ સૂર્યકુમાર ગોલ્ડન ડકમાં આઉટ થયો હતો. તે પ્રથમ બોલે જ પેવેલિયન પરત ફર્યો હતો. 29મી ઓવરના પ્રથમ બોલે એગરે સૂર્યકુમારને પ્રથમ બોલે જ બોલ્ડ કર્યો હતો. વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સતત ત્રણ મેચમાં પ્રથમ બોલે આઉટ થનાર સૂર્યકુમાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. સૂર્યકુમાર ઓસ્ટ્રેલિયા સામેની ત્રણેય મેચમાં બેટિંગની તક મળવા છતાં ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને પ્રથમ બે વન-ડેમાં સ્ટાર્કે આઉટ કર્યો હતો.
