સ્કોટલેન્ડમાં પણ શાસનધૂરા એશિયન મૂળની વ્યક્તિના હાથમાં

Wednesday 29th March 2023 06:11 EDT
 

યુનાઇટેડ કિંગ્ડમનું સામ્રાજ્ય ચાર હિસ્સામાં વહેંચાયેલું છે. ઇંગ્લેન્ડ, નોર્ધન આયર્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડ. સ્કોટલેન્ડ યુનાઇટેડ કિગ્ડમનો હિસ્સો હોવા છતાં અલગ દેશ અને અલગ સરકાર ધરાવે છે. એક સમયે સમગ્ર પૃથ્વી પર જેનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું તેવા યુકેના બે મહત્વના હિસ્સા પર એશિયન મૂળના શાસકો આરૂઢ થયાં છે. બ્રિટનમાં ભારતીય મૂળના રિશી સુનાક વડાપ્રધાન તરીકે શાસનની ધૂરા સારી રીતે સંભાળી રહ્યાં છે ત્યારે હવે સ્કોટલેન્ડમાં પણ સત્તાધારી પાર્ટી એસએનપીના નેતા તરીકે એશિયન મૂળના હમઝા યુસુફ ચૂંટાઇ આવ્યાં છે. આમ હવે બ્રિટન અને સ્કોટલેન્ડ પર એક સમયે ઇંગ્લેન્ડની ગુલામીમાં રહેલા એશિયન પ્રદેશોના બે વ્યક્તિ શાસન કરશે. સ્કોટલેન્ડમાં છેલ્લા કેટલાંક વર્ષથી લેબર પાર્ટીની સ્થિતિ ડામાડોળ બની રહી હતી પરંતુ હવે બ્રિટિશ અને સ્કોટલેન્ડના અખબારો આગાહી કરી રહ્યાં છે કે હમઝા યુસુફના આગમનથી સ્કોટલેન્ડમાં લેબર પાર્ટી ફરી એકવાર સશક્ત બની શકે છે. આશા રાખીએ કે સ્કોટલેન્ડમાં હમઝા યુસુફનો માર્ગ સરળ રહે અને તેમને કોઇપણ પ્રકારના ધર્મભેદ કે વંશીય ભેદભાવનો સામનો કરવો નહીં પડે.


comments powered by Disqus