1993–2023: ત્રણ દસકાની અનોખી અને આહલાદક સફર

Wednesday 28th June 2023 07:27 EDT
 
 

ત્રણ દસકામાં માણસ કરી કરીને કેટલી તરક્કી કરી શકે? કોઈ માણસ લખપતિમાંથી કરોડપતિ થાય. કોઈ કાચા મકાનમાંથી પાકું મકાન બનાવી શકે. કોઈ માણસ કર્મચારીમાંથી મેનેજર બની જાય. એમાં આખું આયખું નીકળી જાય. પણ વાત જો નરેન્દ્ર મોદીની હોય તો કેટકેટલાંય પ્રકરણો લખવાં પડે.
પહેલી તસવીર 1993-94ના વર્ષની છે. ભાજપના તે વખતના યુવા નેતા નરેન્દ્ર મોદી અમેરિકામાં એક સામાન્ય ટૂરિસ્ટ બનીને ગયા હતા ને વ્હાઇટ હાઉસની બાઉન્ડ્રી બહાર ઊભા રહીને મિત્રો સાથે ફોટો પડાવ્યો હતો. તે વખતે મોદીએ કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ પાછળ દેખાતા વ્હાઇટ હાઉસમાં અતિથિ વિશેષ બનીને આવવાનું થશે. એ મુલાકાત વખતે મોદીએ અમેરિકાના ગુજરાતી સમાજ સામે યુવા નેતા તરીકે ભાષણ પણ આપ્યું હતું. બીજી તસવીર જૂન-2023ની છે. 30 વર્ષ પહેલાં જે મોદી વ્હાઇટ હાઉસની બાઉન્ડ્રી બહાર સામાન્ય ટૂરિસ્ટ હતા એ મોદી આજે વડા પ્રધાન તરીકે વ્હાઇટ હાઉસના વિશેષ મહેમાન છે. જ્યાં માત્ર ખાસ મહેમાનો જઈ શકે એ વ્હાઈટ હાઉસની જગવિખ્યાત ગેલેરીમાં ઊભા રહીને અભિવાદન ઝીલી રહ્યા છે. 2014માં મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી લઈને 2023 સુધીનાં નવ વર્ષમાં તેમનો આ છઠ્ઠો અમેરિકન પ્રવાસ છે. બાઇડેન ઉપરાંત ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો, બ્રિટનના પીએમ રિષી સુનાક, જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ફ વગેરે વિશ્વના નેતાઓ નરેન્દ્ર મોદીને આદર આપે છે.


comments powered by Disqus