ગાયિકા મેરી મિલબેને મોદીના ચરણસ્પર્શ કર્યા

Wednesday 28th June 2023 07:29 EDT
 
 

અમેરિકી ગાયિકા મેરી મિલબેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની સત્તાવાર મુલાકાતના અંતિમ કાર્યક્રમમાં ‘જન-ગણ-મન’ રાષ્ટ્રગીતનું ગાન કરીને પ્રધાનમંત્રીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડિયન કોમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં મિલબેનને ભારતનું રાષ્ટ્રગીત ગાવા નિમંત્રણ મળ્યું હતું. મેરી મિલબેને જણાવ્યું હતું કે, ‘તે રાત મને સદા યાદ રહેશે. વડાપ્રધાન મોદી માટે રાષ્ટ્રીગીત ગાઈને હું સન્માનિત થઈ છું’. મિલબેને વિશ્વભરમાં વસતા ભારતીયોનો આભાર પણ માન્યો હતો. હોલિવૂડની આ જાણીતી અભિનેત્રી-ગાયિકા ‘જન-ગણ-મન’ રાષ્ટ્રગીત અને ‘જય જગદીશ હરે’ જેવાં ગીતોના ગાન બદલ ભારતમાં ખૂબ જાણીતી છે.


comments powered by Disqus