પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર હાજી સલીમ અને એલટીટીઈની લિન્કનો પર્દાફાશ

Wednesday 28th June 2023 07:56 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય એજન્સીઓએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે સંકળાયેલા કરાચીસ્થિત ગેંગસ્ટર હાજી સલીમ સંબંધિત મહત્ત્વની જાણકારી મેળવી છે. એજન્સીઓના મતે સલીમ શ્રીલંકા અને ભારતમાં કાર્યરત્ આતંકી જૂથ લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ એલમ (એલટીટીઈ)ને પુનર્જીવિત કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે.
આ કાર્ય તે ડ્રગ્સ અને શસ્ત્રોની મોટાપાયે દાણચોરી દ્વારા કરી રહ્યો હોવાનું મનાય છે. સૂત્રો મુજબ સલીમને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ દ્વારા પણ મદદ મળી રહી છે.


comments powered by Disqus