વોશિંગ્ટનઃ પ્રધાનમંત્રી મોદીએ અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન અને જિલ બાઇડેનને અનેક ભેટ-સોગાદો આપી હતી. જેમાં જિલને આપવામાં આવેલો ગ્રીન ડાયમંડ પણ એક છે. પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલો આ 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ સુરતની એક ડાયમંડ ફેક્ટરીમાં બનાવવામાં આવ્યો છે. ઇચ્છાપુર વિસ્તારમાં ગ્રીન લેબ ડાયમંડ નામની ફેક્ટરીમાં આ હીરો કેમિકલ દ્વારા બનાવવામાં આવ્યો છે.
મોદી દ્વારા પંચદ્રવ્ય દાનની પણ ભેટ
પ્રધાનમંત્રી મોદીએ બેઇડેનને પંજાબમાં તૈયાર થયેલું ઘી (અજ્યદાન), મહારાષ્ટ્રનો ગોળ (ગુડદાન), ઉત્તરાખંડના ચોખા (અન્નદાન), સોનાનો સિક્કો (સુવર્ણદાન) અને ગુજરાતનું મીઠું (લુણદાન) આપ્યું હતું. આ સિવાય રાજસ્થાની હસ્તકલાનું કપડું પણ ભેટ
આપ્યું હતું.
બાઇડેન પરિવારે પ્રધાનમંત્રીને આપી આ ભેટ
અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડેને પ્રધાનમંત્રી મોદીને 20મી સદીની શરૂઆતમાં હાથથી બનાવેલી એન્ટિક અમેરિકન બુક ગેલી ભેટ આપી. આ સિવાય જો બાઇડેન દ્વારા મોદીને વિન્ટેજ કેમેરા, કોડેક કેમેરા માટે પેટન્ટની આર્કાઇવલ પ્રતિકૃતિ, અમેરિકન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પરનું પુસ્તક અને કલેક્ટેડ પોઇમ્સ ઓફ રોબર્ટ ફ્રોસ્ટની સહી કરેલા પ્રથમ આવૃત્તિના પુસ્તકની ભેટ આપી હતી.

