પ્રધાનમંત્રી મોદીના સન્માનમાં શાહી ડિનરઃ અંબાણી, નડેલા, પિચાઈ, ટીમ કૂકની હાજરી

Wednesday 28th June 2023 06:40 EDT
 
 

વોશિંગ્ટનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન ભારત અને અમેરિકા મિત્રતાના એક નવા દોરમાં પ્રવેશ કરી ગયા છે. સંરક્ષણ, અંતરીક્ષ અને વેપાર સહિત જુદાંજુદાં ક્ષેત્રોમાં અનેક સમજૂતી કરવામાં આવી ચૂકી છે. બંને દેશોના સંબંધો નવી ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા ભવ્ય સ્ટેટ ડિનર એટલે કે રાત્રી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને દેશોના અનેક ટોચના નેતાઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. ભારત સરકાર તરફથી સ્ટેટ ડિનરમાં વિદેશમંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ સચિવ વિનય મોહન સામેલ રહ્યા હતા. અમેરિકા તરફથી વિદેશમંત્રી એન્ટોની બ્લિન્કન, અમેરિકાનાં સ્પીકર નેન્સી પેલોસી અને ભારતમાં અમેરિકાના રાજદૂત ઐરિક ગાર્સેટી પણ હાજર રહ્યા હતા. સ્ટેટ ડિનરમાં મોદી માટે ખાસ શાકાહારી મેન્યૂ તૈયાર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લેમન સોસ, કુરકુરા બાજરી કેક, સ્ક્વેશ, મેરિનેટેડ બાજરી અને ગ્રિલ્ડ કર્નલ સલાડ, તરબૂચ, ટેન્ગી એવાકાડો સોસ, ભરેલા મશરૂમ, સરઇન્સ્યૂઝ રિસોટ્ટો સામેલ હતાં.


comments powered by Disqus