હોન્ડુરાસની જેલમાં ગેંગવોરઃ 41નાં મહિલા કેદીનાં મોત

Wednesday 28th June 2023 07:48 EDT
 
 

તેગુસિગાલ્પાઃ મધ્ય અમેરિકન દેશ હોન્ડુરાસની એક મહિલા જેલમાં ગેંગવોરની ઘટના બનતાં ઓછામાં ઓછાં 41મહિલા કેદીનાં મોત થયાં છે. જેમાંથી મોટાભાગની મહિલા કેદીઓને જીવતી સળગાવી દેવામાં આવી હતી, તો કેટલીક મહિલાઓ પર ગોળીબાર કરાયો હતો. આ ગેંગવોરમાં ડઝનબંધ મહિલા કેદીઓ ઘાયલ થઈ છે.
આ ઘટના હોન્ડુરાસની રાજધાનીથી 50 કિ.મી. દૂરની જેલની છે. ગેરકાયદે ધંધા માટે બે ગેંગ વચ્ચે હિંસા ફાટી નીકળતાં ગોળીબાર-આગચંપીની ઘટના બની હતી.
હોન્ડુરાસની રાષ્ટ્રીય પોલીસ તપાસ એજન્સીના પ્રવક્તા યુરી મોરાએ જણાવ્યું હતું કે, ગેંગવોરમાં 26 મહિલાને જીવતી સળગાવી દેવાઈ હતી. ગંભીર રીતે ઘાયલ મહિલા કેદીઓને તેગુસિગાલ્પા હોસ્પિટલમાં ખસેડાઈ છે.
મોરાએ કહ્યું કે, ઘટના બાદ સ્થળ પર પહોંચેલી ફોરેન્સિક ટીમોએ 41લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. હોન્ડુરાસની જેલોની અંદર અલગ-અલગ ગેંગનું સંચાલન ચાલતું
હોય છે.


comments powered by Disqus