‘ધ કેરાલા સ્ટોરી’ની અદા શર્માને મળી આંતરરાષ્ટ્રીય ફિલ્મ

Thursday 29th June 2023 06:25 EDT
 
 

અદા શર્માને તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ની સફળતા ફળી છે. તેને એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટની ઓફર મળી છે, જેને અદા શર્માએ સ્વીકારી લીધી છે. અદા આ ફિલ્મમાં મહિલા સુપર હીરોની ભૂમિકામાં જોવા મળવાની છે. અદા શર્માએ આ વાતને સમર્થન આપતાં જણાવ્યુ હતું કે, ‘મને હંમેશાથી મહિલા સુપર હીરોનો રોલ કરવાની ઇચ્છા હતી, જે હવે પૂરી થઇ રહી છે.’ જોકે તેણે ફિલ્મ વિશે વધુ માહિતી આપી નહોતી. તેણે એવો સંકેત આપ્યો હતો કે આ ફિલ્મ એકશન દ્રશ્યોથી ભરપૂર હશે. અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, ‘એકશન એક એવી શૈલી છે, જેનો હિસ્સો બનવાનો આનંદ જ અનેરો છે. મને અલગ-અલગ ભૂમિકાઓ કરવી પસંદ છે અને હું ભાગ્યશાળી છું કે લોકો અલગ-અલગ પાત્રો માટે મારો સંપર્ક કરે છે. ‘ધ કેરાલા સ્ટોરી’ પછી મારો આ એક નવો જ અવતાર હશે. હું જલદી જ આ વિશે લોકોને જણાવીશ.’ 


comments powered by Disqus