ચીને અક્સાઇ ચીનમાં રસ્તાઓને હેલિપોર્ટ બનાવ્યા

Wednesday 07th June 2023 08:18 EDT
 
 

નવી દિલ્હીઃ બ્રિટિશ થિન્ક ટેન્ક ચેટહેમ હાઉસે દાવો કર્યો છે કે ચીન વિવાદિત અક્સાઈ ચીન વિસ્તારમાં બાંધકામ કરી રહ્યું છે. તે આ વિસ્તારમાં રસ્તાઓ, ચોકીઓ, કેમ્પ અને હેલિપોર્ટ બનાવવા લાગ્યું છે. છેલ્લા 6 મહિનાની સેટલાઇટ તસવીરોનું વિશ્લેષણ કર્યા બાદ થિન્ક ટેન્કે આ રિપોર્ટ જાહેર કર્યો છે. ઓક્ટોબર 2022ના મહિનાથી આ તસવીરો પર નજર રાખવામાં આવી રહી હતી. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચીને એલઓસી પાસે જ રસ્તા પહોળા કર્યા છે. વોટરપ્રૂફ કેમ્પ, પાર્કિંગ એરિયા, સોલાર પેનલ અને હેલિપેડ તૈયાર કરવામાં આવ્યાં છે. થિન્ક ટેન્કે રિપોર્ટમાં જણાવ્યું છે કે અક્સાઈ ચીન લેક પાસે વિવાદિત વિસ્તારમાં હેલિપોર્ટ બનાવવામાં આવ્યું છે. જ્યાં હેલિકોપ્ટરની સાથે ડ્રોન ઉડાડવાની પણ સુવિધા છે. અક્સાઇ ચીન પર ચીને 1962ના યુદ્ધ બાદ કબજો કરી લીધો હતો. હવે તે વિસ્તારમાં ચીન વિવિધ પ્રકારનું બાંધકામ કરી રહ્યું છે.


comments powered by Disqus