પાક. નાદારીના આરેઃ યુએઈ અને સાઉદીના ટેન્શનમાં વધારો

Wednesday 07th June 2023 08:18 EDT
 
 

કરાચીઃ પાકિસ્તાન અંદરની રાજકીય મડાગાંઠ દેશના અર્થતંત્ર પર વિપરીત અસર કરી રહી છે. પાક.ની સ્થિતિ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડને લઈને તનાવગ્રસ્ત છે. બીજીબાજુ પાક. ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
પાકિસ્તાનમાં રાજકીય અરાજકતા વધવાની સાથે અર્થવ્યવસ્થાની સ્થિતિ પણ વધુ ગંભીર બની છે. પાકિસ્તાનનું વિદેશી ભંડોળ લગભગ પૂર્ણ થઈ જતાં નાદાર થવાના આરે છે, ત્યારે આઇએમએફે પણ પાકિસ્તાનને લોન આપવા ઇનકાર કર્યો છે. જો કે પાક.ના નાણામંત્રી ઇશાક ડારે આશ્વાસન આપ્યું છે કે પાકિસ્તાન નાદાર નહીં થાય. આ ઉપરાંત પાકિસ્તાની લશ્કરની સાથે ઇમરાન ખાનના મુદ્દે પણ તનાવ વધી રહ્યો છે. પાકિસ્તાનની રાજકીય અને આર્થિક અસ્થિરતાએ યુએઈ અને સાઉદીને પણ અસર કરી છે, બંને ઇસ્લામિક દેશોએ પાક.ને ત્રણ અબજ ડોલરની સહાયતા લોન આપવાનું આશ્વાસન આપ્યું છે.
પાકિસ્તાનમાં ફુગાવો 35.4 ટકાના વિક્રમજનક સ્તરે પહોંચી ગયો છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનના રૂપિયાની કિંમત ડોલરની સરખામણીએ અડધી થઈ ગઈ છે. સરકાર માટે સૌથી મોટી ચિંતા તેના પરનું દેવું છે.


comments powered by Disqus