ઇસ્લામાબાદઃ પાકિસ્તાન આર્મીના પૂર્વ વડા કમર જાવેદ બાજવાને પત્નીની હાજરીમાં જ ફ્રાન્સમાં અપમાનિત કરવામાં આવ્યા. ફ્રાન્સમાં પત્ની સાથે રજા ગાળવા ગયેલા બાજવાને એક અફઘાની યુવાને જાહેરમાં અપશબ્દો બોલ્યા હતા અને અફઘાનિસ્તાનમાં જેહાદ માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા. રવિવારે બાજવા જ્યારે તેમનાં પત્ની સાથે ફ્રાન્સની મજા માણી રહ્યા હતા ત્યારે આવી ત્રાટકેલા આ અફઘાની યુવાનનો વીડિયો પાકિસ્તાની પત્રકાર વકાસ દ્વારા સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો.
બાજવા 6 વર્ષ પાક. સેનાપ્રમુખ રહ્યા હતા
બાજવા પહેલી વાર નવેમ્બર, 2016માં પાકિસ્તાન આર્મીના વડા બન્યા હતા. વર્ષ 2019માં તત્કાલીન વડાપ્રધાન ઇમરાન ખાને તેમનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારી દીધો હતો. ત્યાર પછી 63 વર્ષની ઉંમરે નવેમ્બર, 2022માં નિવૃત્ત થયા હતા.

