વૈશ્વિક નેતાઓમાં પ્રધાનમંત્રી મોદી પ્રથમઃ
મોર્નિંગ કન્સલ્ટના સરવેમાં વડાપ્રધાન મોદીએ લોકપ્રિયતા મુદ્દે 22 દેશોના દિગ્ગજ નેતાઓની સામે પ્રથમ આવ્યા, જેમાં બાઇડેન છઠ્ઠા અને સુનાક દસમા સ્થાને છે.
• પિનલ પટેલને સંતોના હસ્તે મુખાગ્નિઃ
અમેરિકાના એટલાન્ટામાં કરમસદના પિનલ પટેલની અશ્વેતો હાથે હત્યા બાદ 2 ફેબ્રુઆરીએ સ્વામિનારાયણ સંતોના હાથે મુખાગ્નિન અપાઈ.
• પાક.નો મુદ્રા ભંડાર 21મી સુધી જ ચાલશેઃ
પાકિસ્તાને બેલઆઉટ પેકેજ માટે આઇએમએફ સાથે ચર્ચા શરૂ કરી છે. આ દરમિયાન પાકિસ્તાન પાસેનો વિદેશી મુદ્રા ભંડાર 21 ફેબ્રુઆરી સુધી જ ચાલે તેટલો રહ્યો છે.
• ઇશનિંદાનું કન્ટેન્ટ મૂકતા પાક.માં વિકિપીડિયા બ્લોકઃ
ઇશનિંદાની કન્ટેન્ટ મૂકવા માટે પાકિસ્તાને વિકિપીડિયાને બ્લોક કર્યું છે. ચેતવણી આપવા છતાં વિકિપીડિયાએ કન્ટેન્ટ ન હટાવતાં તેને બ્લોક કરાયું છે.
• પાક.માં સુન્ની સમર્થકોએ અહમદિયાની મસ્જિદ તોડીઃ
પાકિસ્તાનમાં સુન્ની સમર્થકો કટ્ટરપંથી ઇસ્લામિક જમાત તહરિક-એ-લબ્બેક પાકિસ્તાનમાં જોડાયેલા યુવાનો કરાચીમાં એક અહમદિયા મસ્જિદને તોડીને ભાગી ગયા હતા.
• ડાબા હાથમાં કુરાન, જમણામાં એટમ બોમ્બ રાખોઃ
તહેરિક-એ-લબ્બેક પાકિસ્તાને પ્રધાનમંત્રી શાહબાઝને નાણાંની ભીખ ન માગવા અને એક હાથમાં કુરાન અે એક હાથમાં એટમ બોમ્બની સૂટકેસ લઈ ધમકી આપવાની સલાહ આપી છે. આ ઘટના બાદ તહરિક-એ-તાલિબાનથી પાકિસ્તાનમાં વિરોધ થયો છે.
• ઓસ્ટ્રેલિયાના ચલણમાં કિંગ ચાર્લ્સ તૃતિયનો ફોટો નહીં મુકાયઃ
ઓસ્ટ્રેલિયાએ પોતાના ચલણમાંથી બ્રિટિશ રાજાશાહીના પ્રતીકને તિલાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે. પાંચ ડોલરની નવી નોટમાં બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયની તસવીરને બદલે દેશની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ડિઝાઇન હશે.
• ઇઝરાયેલમાં નવા કાયદાના વિરોધમાં
20 શહેરમાં દેખાવઃ ઇઝરાયેલમાં સુપ્રીમ કોર્ટના અધિકારો નિયંત્રિત કરતા કાયદા સામે જનાક્રોશ વધી રહ્યો છે. જેને લઈ તેલ અવીવ સહિત 20 શહેરમાં લોકોએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે દેખાવો કરી નવી સરકારને વિશ્વશાંતિ માટે જોખમરૂપ ગણાવી.
• ચીનમાં 49 વાહનોના અકસ્માતમાં
16 વ્યક્તિનાં મોતઃ મધ્ય ચીનના હુનાનમાં અનેક વાહનો એકબીજા સાથે ટકરાતાં 16 લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત આ અકસ્માતની વણઝારમાં અન્ય 66 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી.
• પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતાં અનેક તર્ક-વિતર્કઃ
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઘણી વખત યુક્રેનને પરમાણુ હુમલાની ચેતવણી આપી છે. આ ચેતવણી છતાં પણ યુક્રેન પાછું પડ્યું નથી. જો કે હવે પુતિન ન્યુક્લિયર બ્રીફકેસ સાથે નજરે પડતાં તેને યુક્રેન માટે ખતરાની ઘંટીસમાન મનાય છે.
• પાકિસ્તાન અફઘાન તાલિબાનના શરણે થયુંઃ
પેશાવર મસ્જિદ આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાન સરકારે પ્રતિબંધિત તહેરિક-એ- તાલિબાન પાકિસ્તાન ૫ર લગામ કસવા તાલિબાનના શરણે થયું છે. પાકિસ્તાની સૈન્ય નેતૃત્વે આ હુમલાને રોકવા અફઘાની તાલિબાન પ્રમુખ હિબતુલ્લા અખુદજાદાના હસ્તક્ષેપની માગ કરવાનો નિર્ણય કર્યો હતો.
