19 નવેમ્બરે એર ઇન્ડિયામાં મુસાફરી ન કરવા પન્નુની શિખોને સલાહ

Wednesday 08th November 2023 06:53 EST
 
 

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરી ફરી ધમકી આપી છે. વીડિયોમાં 19 નવેમ્બરે એર ઇન્ડિયાથી મુસાફરી કરવાનું પ્લાનિંગ કરતા લોકોને ચેતવવામાં આવ્યા છે કે જો આ તારીખે મુસાફરી કરશો તો તેમને જીવનું જોખમ રહેશે. ખાલિસ્તાની આતંકી પન્નુએ કહ્યું કે, આ એ જ તારીખ છે, જે દિવસે ક્રિકેટ વર્લ્ડકપ રમાશે.
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતાં પન્નુએ કહ્યું કે, 10 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધથી શીખ લેવાની ધમકી આપી હતી, કારણ કે ભારતમાં પણ આ પ્રકારની પ્રતિક્રિયા ન આવે. પન્નુએ પાછલા વીડિયોમાં કહ્યું હતું કે, પંજાબથી પેલેસ્ટાઇન સુધી ગેરકાયદે કબજો ધરાવતા લોકો આ અંગે કડક પ્રતિક્રિયા જરૂર આપશે, જેનાથી હિંસા ઊભી થશે. પન્નુએ દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ શહીદ બીઅંતસિંહ કરવાનું પણ કહ્યું હતું.


comments powered by Disqus