ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના દ્વારા 3 ઓક્ટોબરે 17 લાખ કરતાં વધુ ગેરકાયદે પ્રવેશેલા અફઘાન શરણાર્થીઓને પાકિસ્તાન છોડવા હુકમનામું બહાર પાડતાં 1 નવેમ્બરની સમય મર્યાદા આપી હતી, જે પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધી 2 લાખથી વધુ અફઘાની લોકો પાકિસ્તાન છોડી ચૂક્યા છે, ત્યારે લોકોનું રેન્ડમ ચેકિંગ કરાયું. જેમની પાસે દસ્તાવેજ નથી, તેને હોલ્ડિંગ સેન્ટર્સમાં મોકલાયા, જ્યાંથી તેમને ડિપોટ કરાશે. હજારો લોકો તોરખામ બોર્ડર ૫૨ પહોંચ્યા છે, જેમાં ઘણાં વૃદ્ધો અને બાળકો પણ સામેલ છે.

