નવી દિલ્હીઃ ચીન દ્વારા દુનિયા પર પ્રભુત્વ મેળવવા એક ખરબ ડોલરની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પરિયોજનાની શરૂઆત કરાઈ હતી. જો કે હવે ઇટાલીએ તેમાંથી નીકળી જવાની ઘોષણા કરી હતી. હવે સમાચાર આવ્યા છે કે, ફિલિપિન્સે પણ ચીનની બીઆરઆઇમાંથી નીકળી જવાની જાહેરાત કરી દીધી છે.

