પાક.ના મિયાંવાલી એરબેઝ પર આતંકી હુમલોઃ 9 આતંકી ઠાર

Wednesday 08th November 2023 06:47 EST
 
 

કરાચીઃ પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર શનિવારે 4 નવેમ્બરે સવારે આતંકી હુમલો થયો હતો. હથિયારોથી સજ્જ આત્મઘાતી બોમ્બર્સ એરફોર્સ ટ્રેનિંગ બેઝમાં ઘૂસ્યા હતા. શનિવારે ઘૂસેલા આતંકીઓ અંગે તત્કાલ એરફોર્સ દ્વારા પગલાં લેવાતાં 9 આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા. જો કે આ દરમિયાન આતંકીઓ દ્વારા 3 ફાઇટર એરક્રાફ્ટ અને એક ફ્યુઅલ ટેન્કરનો નાશ કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી તહરિક-એ-જેહાદ પાકિસ્તાન દ્વારા લેવામાં આવી હતી.


comments powered by Disqus