મની લોન્ડરિંગ કેસમાં આપના ધારાસભ્યની ધરપકડ

Wednesday 08th November 2023 06:42 EST
 
 

• કેન્દ્ર સરકાર દ્વારા ‘ભારત આટા’ લોન્ચઃ દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે લોકોને મોંઘવારીથી રાહત આપતાં ‘ભારત આટા’ લોન્ચ કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ભારત આટા બ્રાન્ડથી સમગ્ર દેશમાં રૂ. 27.50 પ્રતિકિલોના ભાવે ઘઉંના લોટનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

• 5 વર્ષ સુધી 80 કરોડ ગરીબોને નિઃશુલ્ક રાશનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4 નવેમ્બરે દુર્ગ જિલ્લામાં જનસભાને સંબોધિત કરતાં એલાન કર્યું કે, ગરીબો માટે નિઃશુલ્ક રાશન માટેની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના - PMGKAYને 5 વર્ષ વધારવામાં આવશે

• ઇસરો ચીફ સોમનાથના પૂર્વ ઇસરો ચીફ પર આરોપઃ ઇસરો ચીફ ડો. એસ. સોમનાથે તેમના પુસ્તક ‘નિલાવુ કુડિચા સિમ્હેલ’માં પૂર્વ ઇસરો ચીફ કે. સિવન પર આરોપ કરતાં કહ્યું કે, સિવને તેમના ઇસરોના પ્રમુખ બનવા આડે અવરોધ ઊભો કર્યો હતો. સિવન નહોતા ઇચ્છતા કે સોમનાથ ઇસરોના પ્રમુખ બને.

• મહારાષ્ટ્ર સરકાર મરાઠા આરક્ષણ આપવા તૈયારઃ મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માગણીને લઈ 25 ઓક્ટોબરથી અનશન કરી રહેલા મનોજ જરાંગેએ ગુરુવારે 2 નવેમ્બરે પારણાં કર્યાં. મનોજે સરકારને 2 જાન્યુઆરી 2024 સુધીનો સમય આપ્યો છે. રિટાયર્ડ જજેે મનોજને જણાવ્યું કે, સરકાર સ્થાયી આરક્ષણ આપવા માટે કાયદાકીય રીતે શું કરવાની છે.

• ચીનને હંફાવવા મોરેશિયસમાં ભારતનું સૈન્યમથકઃ હિન્દ મહાસાગરમાં ચીનની અવળચંડાઈને જવાબ આપવા માટે ભારતે મોરેશિયસના એક ટાપુ પર મિલિટરી બેઝનું નિર્માણ કર્યું છે. આ મિલિટરી બેઝ બનીને તૈયાર થઈ ગયો છે અને હવે ત્યાં ભારતીય નેવી અને એરફોર્સનાં જહાજોને તહેનાત કરાશે.


    comments powered by Disqus