કર્ણાટકનો ગજગ્રાહ: પરિણામોનો વિસ્ફોટ

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 10th May 2023 06:04 EDT
 
 

શું થશે કર્ણાટકમાં? સૌની નજર તેના પર છે. દક્ષિણ ભારતમાં તે એકમાત્ર ભાજપનો ગઢ છે. બીજા રાજ્યોમાં તેનો ધીમેધીમે પગેપસારો છે. જુઓ ને, તામિલનાડુનો સંસ્કૃતિ સંગમ છેક સોમનાથમાં ઉજવાયો. અહી સદીઓથી સૌરાષ્ટ્રના લોકો સ્થળાંતર કરીને વસી ગયા છે. મોહમ્મદ ગઝનવીના આક્રમણ પછી આ મોટું સ્થળાંતર થયું તે વાત મધ્યપ્રદેશના મંદસોરથી મળી આવેલા શિલાલેખમાં કહેવાઈ છે. આ સૌરાષ્ટ્રવાસીઓ તામિલનાડુ અને દક્ષિણના પ્રદેશોમાં વાસી ગયાને હજારથી વધુ વરસ થ્ય પણ કોઈને ના સૂઝયું તે નરેન્દ્ર મોદીએ કર્યું. તમિળ સંસ્કૃતિ સંગમ ઉજવાયો આનો સાંસ્કૃતિક પ્રભાવ થાય તેની સાથે રાજકીય અસર પણ થાય.
કર્ણાટક ભાજપનું પ્રવેશદ્વાર છે. જેવુ પૂર્વોત્તરના ઈશાની રાજ્યોમાં બન્યું તેવું દક્ષિણ ભારતમાં થઈ શકે? આસામ અને બીજા રાજ્યોમાં જનસંઘ કે ભાજપનું નામોનિશાન નહોતું. કાર્યકર્તાઓ હતા પણ ચૂટણીમાં ક્યાંય પ્રભાવ નહીં. કોંગ્રેસ, મુસ્લિમ પક્ષો, જુદાજુદા ટ્રાઈબલ જૂથોનું વર્ચસ્વ. 1952 થી આવું જ ચાલ્યું પરિણામે બાંગલા દેશથી ઘૂસેલો વર્ગ પણ પ્રભાવી બન્યો. રમખાણો થયા, આંદોલનોની શરૂઆત થઈ. હિંસાચાર કાયમનો રોગ બની ગયો. એટલું જ નહીં જનજાતિઓ એકબીજાની સામે હથિયાર ઉઠાવવા માંડી. ઉલ્ફા, મિઝો નેશનલ ફ્રન્ટ, એનાઇસી , બોડો વગેરે અલગ રાજ્ય નહિ, અલગ દેશની માગણી કરવા માંડ્યા હતા. મુસ્લિમોના પોતાના મોરચા થયા. સ્થાનિક પક્ષોનો પ્રભાવ વધ્યો, આવા સંજોગોમાં ભાજપે છેલ્લા 10 વર્ષોમાં મજબૂત બનીને લગભગ તમામ રાજ્યોમાં સત્તા હસ્તગત કરી. ફીઝોના સમયથી કાયમ ગેરીલા આક્રમણ સાથે જોડાયેલા જૂથો પણ નાગાલેંડમાં ફાવ્યા નહિ આ આશ્ચર્યો સામાન્ય નથી. અલગાવનો રસ્તો છોડીને સંસદીય લોકતંત્ર તરફ વળવું અને કાયમ અલગાવવાદી નીતિરીતિ આચારનાર કોંગ્રેસને પરાભવ આપવો એ પૂર્વોત્તરના રાજ્યોમાં થયું તે મોટી ઘટના છે.
શું દક્ષિણ ભારતમાં પણ આવું બની શકે? અહી સ્થાનિક પ્રાદેશિક પક્ષો મોટી સંખ્યામાં છે. લિંગાયત અને વોક્કલિંગા જાતિઓ પ્રભાવી છે. બી.વાય, વિજયેન્દ્ર, બી.એસ. યેદિદૂરપ્પા, એચ.ડી. દેવેગૌડા, એચ, ડી. કુમારસ્વામી,.. અને બીજા ચૂટણી જંગના નેતાઓ છે. ભાજપને હંફાવવા શ્રીમતી સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, ખડગે મેદાનમાં છે. ઓવેશી પણ ફરે છે. ભાજપે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અજમાવી છે. અમિત શાહ અને યોગી આદિત્યનાથ પણ ઘૂમી વળ્યા. મુદ્દાઓ કરતાં કર્ણાટકની જાતિગત અને રાજકીય ખાસિયતો વધુ જોરમાં છે, જોઈએ, કોના પાસા કેવાક પોબાર પડે છે.


comments powered by Disqus