ગોવાઃ અહીં યોજાયેલી સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બે દિવસની બેઠકમાં ભારતમાં વિદેશપ્રધાન એસ. જયશંકરે તમામ સભ્ય દેશો સમક્ષ વકરી રહેલા વૈશ્વિક આતંકવાદ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તમામ ડેશોએ આતંકવાદ સામે સાથે મળીને લડવાની હાકલ કરી હતી શુક્રવારે મોડી સાંજે પત્રકાર પરિષદમાં વિદેશપ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનને આડે હાથે લેતા પાક વિદેશ પ્રધાને ટેરર ઇન્ડસ્ટ્રીના પ્રવકતા પ્રોટેકટર ગણાવ્યા હતા. ત્રાસવાદથી પીડિત દેશ ત્રાસવાદને પોષનારા દેશ સાથે બેસી જ ન શકે. ભારત પાક. વચ્ચે હવે પીઓકે જ મુદ્દો રહ્યો છે. ચીન અંગે જયશંકરે કહ્યું કે સરહદ સમસ્યાનું ઉકેલ ન આવે ત્યાં સુધી શાંતિ શક્ય નથી. આ અગાઉ તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના SCOના સભ્ય દેશોને સાફ સાફ વાત કરી હતી કે સીમા પારથી આતંકવાદ રોકો અને ટેરર ફંડિગ પર લગામ એસ. જયશંકરે કહ્યું કે આતંકવાદ આ વિશ્વ સમે ખતરો બની રહ્યો છે. જેનો ખાતમો કરવા સભ્ય દેશોએ સાથે મળી લડવું પડશે.
પાક. વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટોની હાજરીમાં જ આતંકવાદ અંગે રોકડું પરખાવતા કહ્યું કે સીમા પારથી આતંકવાદ બંધ થવો જ જોઈએ કોઇપણ સ્વરૂપનો આતંકવાદ ચલાવી લેવાય નહીં.

