નાસાએે ભારતીય મૂળના એ.સી. ચારણિયાને બનાવ્યા ચીફ ટેક્નોલોજિસ્ટ

Wednesday 11th January 2023 06:18 EST
 
 

વોશિંગ્ટનઃ ભારતીય અમેરિકન એરોસ્પેસ એક્સપર્ટ એ.સી. ચારણિયાને નાસાએ પોતાના ચીફ ટેક્નોલોજિસ્ટ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ પ્રૌદ્યોગિકી નીતિ અને અંતરીક્ષ કાર્યક્રમો પર નાસા ચીફ બિલ નેલ્સનના પ્રમુખ સલાહકારના રૂપમાં કામ કરશે. આ સ્થાને અગાઉ પણ મૂળ ભારતીય ભવ્યાલાલ હતા, જેમનું સ્થાન એ.સી. ચારણિયા લેશે.
નાસાએ 9 જાન્યુઆરીએ જાહેર કર્યું હતું કે, એ.સી. ચારણિયા નાસાના 6 મિશનની જરૂરિયાતની સાથે એજન્સીના પ્રૌદ્યોગિકી રોકાણનું કામ જોશે. સાથે જ સંલગ્ન એજન્સીઓ, ખાનગી ક્ષેત્ર અને બહારના શેર હોલ્ડર્સની સાથે પ્રૌદ્યોગિકી સહયોગ પર નજર રાખશે. એ.સી. ચારણિયાએ આ અંગે જણાવ્યું કે, નાસાની અંદર અને બહાર અવિશ્વસનીય અવસર છે. હું હવે નાસાની સાથે કામ કરવાના અવસરની રાહ જોઈ રહ્યો છું.
નાસામાં સામેલ થવા પહેલાં એ.સી. ચારણિયા રોબોટિક્સમાં પ્રોડક્ટ સ્ટ્રેટેજીના ઉપાધ્યક્ષના રૂપમાં કાર્ય કરી ચૂક્યા છે. આ સિવાય તેઓએ એરોસ્પેસ કંપની બ્લૂ ઓરિજિનના બ્લૂ મૂન લૂનર લેન્ડર કાર્યક્રમ અને નાસાની સાથે ટેક્નોલોજિકલ ક્ષેત્રમાં કામ કર્યું છે. ચારણિયા સ્પેસ ટૂરિઝમ કંપની વર્જિન ગેલેક્ટિક લોન્ચર વન સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પ્રોગ્રામ માટે રણનીતિ અને બિઝનેસ ડેવલપમેન્ટમાં પણ કામ કરી ચૂક્યા છે.


comments powered by Disqus