મુંબઈઃ ‘સ્વદેશ’ ફિલ્મથી કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ ગાયત્રી જોશી તેમના પતિ વિકાસ ઓબેરોય સાથે ઈટાલીના સાર્ડિનિયામાં વેકેશન માણતા હતા તે દરમિયાન મોટા અકસ્માતનો શિકાર બન્યાં હતાં. દુર્ઘટનામાં ગાયત્રી અને વિકાસ બચી ગયાં છે, પરંતુ ફરારી કારમાં સવાર સ્વિસ દંપતીનું મોત થયું છે. વિકાસ ઓબેરોય રિયાલ્ટીના ચેરમેન અને એમડી છે. માહિતી અનુસાર યુગલ કાર રેસ કરી રહ્યું હતું. અકસ્માતમાં બચી ગયા બાદ તેઓ મુંબઈ પરત આવી ગયાં છે.

