સીરિયન મિલિટરી એકેડેમી પર ડ્રોન હુમલો: 100નાં મોત

Wednesday 11th October 2023 07:34 EDT
 
 

હોમ્સઃ સિરિયાના હોમ્સ શહેરમાં સ્થિત મિલિટરી એકેડેમી પર ગુરુવારે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 100થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 14 નાગરિક પણ સામેલ છે.
હુમલા દરમિયાન એકેડેમીમાં ગ્રેજ્યુએશન સેરેમની ચાલી રહી હતી. આ ઘટનામાં સીરિયાના રક્ષામંત્રી અલી મહમૂદ અબ્બાસનો આબાદ બચાવ થયો હતો. હુમલાની થોડી મિનિટો પહેલાં જ તેઓ કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા. તેઓના જતાં જ સશસ્ત્ર ડ્રોને ત્યાં બોમ્બમારો અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું.


comments powered by Disqus