નવી દિલ્હીઃ હમાસના હુમલાની વચ્ચે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે પ્રધાનમંત્રી મોદીને ફોન કરી વાત કરી હતી. આ અંગે મોદીએ ટ્વીટર પર માહિતી આપતાં જણાવ્યું કે, ભારત આ સ્થિતિમાં ઇઝરાયલની સાથે મજબૂતી સાથે ઊભું છે. ભારત આતંકવાદના તમામ રૂપની સખત નિંદા કરે છે. ઇઝરાયલની વર્તમાન સ્થિતિમાં બનતી મદદ કરીશું.

