ઐતિહાસિક અને ભવ્ય કન્વેન્શન - ટ્રેડ શો AAHOACON23નો આરંભ

AAHOAના 34 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટો ઈવેન્ટઃ 520થી વધુ કંપનીઓ અને કુલ 890 બૂથ્સ

Wednesday 12th April 2023 10:09 EDT
 
 

લોસ એન્જલસઃ વિશ્વમાં હોટેલમાલિકોના સૌથી મોટાં એસોસિયેશન, એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA) દ્વારા 11 એપ્રિલ મંગળવારથી લોસ એન્જલસ ખાતે જેની સૌથી વધુ રાહ જોવાતી હતી તેવા કન્વેન્શન અને ટ્રેડ શો AAHOACON23 નો આરંભ કરાયો છે. AAHOAના 34 વર્ષના ઈતિહાસમાં આ ઈવેન્ટ સૌપ્રથમ વખત 90,000 નેટ સ્ક્વેર ફૂટ એરિયામાં યોજાઈ રહ્યો છે જેમાં, 520થી વધુ કંપનીઓ કુલ 890 બૂથ્સમાં પ્રદર્શન યોજી રહી છે. આ ઉપરાંત, વિશ્વસ્તરીય ચાવીરૂપ વક્તાઓ, 17 શૈક્ષણિક સત્રો, અને 4 નેટવર્કિંગ ઈવેન્ટ્સ પણ મુખ્ય આકર્ષણ રહેશે ત્યારે AAHOACON23 આ વર્ષમાં કદી છોડી ન શકાય તેવો ઈવેન્ટ બની રહેશે. USC Trojansના ઘરસમાન ઐતિહાસિક LA Coliseum – કોલેઝિઅમ ખાતે સ્વાગત સમારંભ યોજાયો હતો.
AAHOACON23 યુએસએનો સૌથી મોટો ઈવેન્ટ છે જે ખાસ હોટેલમાલિકો માટે જ છે. 2023નો AAHOA કન્વેન્શન અને ટ્રેડ શો વિશ્વની હોટેલ ઈન્ડસ્ટ્રીના નામાંકિત લોકોને નેટવર્કિંગ, એજ્યુકેશન અને ટ્રેડ શોના ફ્લોર પર વેપારી સોદા માટે નિકટ લાવે છે. ઉલ્લેખનીય છે કે યુએસએમાં સંયુક્તપણે 60 ટકા હોટેલ્સની માલિકી ધરાવતા AAHOA સભ્યો માટે આ સૌથી મોટો મેળાવડો છે.
એપ્રિલ 11થી 14, 2023ના AAHOACON23 ખાતે ટ્રેડ શોમાં AAHOAએ વિક્રમજનક બૂથ સેલ્સ મેળવ્યા છે. એસોસિયેશનની 30મી વર્ષગાંઠ ઉજવાઈ હતી તેવા વર્ષ 2019નો AAHOA કન્વેન્શન અને ટ્રેડ શો અત્યાર સુધીનો સૌથી મોટો ઈવેન્ટ રહ્યો હતો જેમાં પ્રદર્શન માટેની કુલ જગ્યા 77,500 સ્ક્વેર ફૂટ હતી. આ ઉપરાંત, AAHOACON22ની સરખામણીએ AAHOA દ્વારા લાઈફટાઈમ મેમ્બર્સ – આજીવન સભ્યોનું કુલ રજિસ્ટ્રેશન પણ લગભગ બમણું કરાયું છે. આ ઉપરાંત, AAHOA 2019ના કુલ 8000થી વધુ સભ્યોની હાજરી સાથેની કુલ રજિસ્ટ્રેશન સંખ્યાને પણ વટાવી જવા ગતિશીલ છે.
ઐતિહાસિક ભવ્યતા સાથેના ટ્રેડ શો અને સર્વોચ્ચ હાજરીના પ્રોજેક્શન ઉપરાંત, AAHOACON23માં ખાસ નિહાળવા જ જોઈએ તેવા 14 એજ્યુકેશનલ સેશન્સ, વિશ્વસ્તરીય મુખ્ય વક્તાઓ સાથેના 3 જનરલ સેશન્સ તેમજ ગરબાઓની રમઝટ સાથે અતુલનીય મનોરંજનસભર ત્રણ રાત્રિ અને ઉચ્ચસ્તરીય નેટવર્કિંગનો સમાવેશ થાય છે. પરંપરા અનુસાર બીજા દિવસે AAHOACON23માં AAHOA બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ માટે ઉમેદવારી કરી રહેલા સ્પર્ધકો દ્વારા પ્રવચનો અને ચર્ચાનો પણ સમાવેશ થશે.
ગત થોડા દાયકાઓમાં AAHOACON આપણી ઈન્ડસ્ટ્રીના વિશાળ ઈવેન્ટ્સમાં એક તરીકે ઉભરી આવેલ છે અને ટ્રેડ શો ફ્લોર પર નેટવર્કિંગ, લર્નિંગ અને વેપારી સોદાઓ માટેના મંચ તરીકે હોટેલિયર્સને એક સાથે લાવવા માટે જાણીતું બનેલ છે. દર વર્ષે AAHOACONખાતે લાખો ડોલરની ખરીદીના નિર્ણયો લેવાય છે અને AAHOAના સભ્યો દર વર્ષે સપ્લાયર્સ પાછળ 50 બિલિયન ડોલર્સ ખર્ચે છે.

સ્વામી બ્રહ્મવિહારીદાસ અને સદ્ગુરુઃ ચાવીરૂપ વક્તાઓ

લોસ એન્જલસ, કેલિફોર્નિયામાં AAHOACON23 ખાતે BAPS ના સ્વામી બ્રહ્મવિહારીદાસ 13 એપ્રિલ ગુરુવારના દિવસે જનરલ સેશનમાં કીનોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહેશે. સન્માનીય સદ્ગુરુ 14 એપ્રિલ શુક્રવારના દિવસે જનરલ સેશનમાં પ્રતિષ્ઠિત મહેમાન અને મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે.
બુધવાર, 13 એપ્રિલના દિવસે લોસ એન્જલસના સ્ટ્રીટ કોર્નર્સની સાથોસાથ નોર્થ પ્લાઝા ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકો થોડા કલાકો સુધી જનરલ ઝૂઝ જેવા પ્રતિભાશાળી સ્ટ્રીટ મ્યુઝિશિયન્સ દ્વારા મનોરંજન માણવા ઉપરાંત, લોસ એન્જલસના સૌથી જાણીતા નેબરહૂડ્સથી લવાયેલા વિભિન્ન ફૂડ ટ્રક્સ સહિતની મોજ માણશે.
યુએસએમાં AAHOA હોટેલમાલિકોનું સૌથી મોટું એઓસોસિયેશન છે જેના સભ્યોની પ્રોપર્ટીઝ યુએસના અર્થતંત્રમાં ગણનાપાત્ર હિસ્સો છે. AAHOA ના 20,000 સભ્યો યુનાઈટેડ સ્ટેટ્સની હોટેલ્સમાં 60 ટકા માલિકી ધરાવે છે અને દેશના GDP માં 1.7 ટકા હિસ્સા માટે જવાબદાર છે.
વાર્ષિક 47 બિલિયન ડોલરની કમાણી સાથે AAHOA ના સભ્યોની માલિકીની હોટેલ્સમાં એક મિલિયનથી વધુ કર્મચારી કામ કરે છે તેમજ સભ્યોની માલિકીની હોટેલ્સ હોસ્પિટાલિટી સેક્ટરના તમામ ક્ષેત્રોમાં 4.2 મિલિયન યુએસ નોકરીઓને સપોર્ટ કરે છે. AAHOA નું મિશન સમર્થન, ઈન્ડસ્ટ્રીના નેતૃત્વ, પ્રોફેશનલ વિકાસ, સભ્યોના લાભ અને કોમ્યુનિટીના સંપર્ક મારફત હોટેલ માલિકોના ધંધાકીય હિતોને આગળ વધારવા અને તેનું રક્ષણ કરવાનું છે.

AAHOA અને ABPL વચ્ચે જૂનો સંબંધ

ABPL લાંબા સમયથી AAHOAસાથે સંબંધ ધરાવે છે. અગાઉ, 1996માં એશિયન વોઈસ જ્યારે ન્યૂ લાઈફ તરીકે જાણીતું હતું તે સમયે ચેરમેન અને એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલ AAHOAસાથે સંકળાયેલા હતા અને તેને ભરપૂર પ્રસિદ્ધિ આપી હતી. 1997 અને 1998માં અનુક્રમે એટલાન્ટા અને સાન જોસ ખાતે કન્વેન્શન્સ યોજાયા હતા ત્યારે સી.બી. પટેલને કીનોટ સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પછી, સી.બી. દ્વારા AAHOAના ડેલિગેશનને લંડનમાં કર્મ યોગ હાઉસમાં આવેલી આપણી ઓફિસીસ ખાતે તેમજ બ્રિટિશ પાર્લામેન્ટ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં આમંત્રિત કરાયું હતું.

નિશાંત (નીલ) પટેલ, ચેરમેન
AAHOAના ચેરમેન નિશાંત (નીલ) પટેલે જણાવ્યું હતું કે,‘હું હંમેશાં ઈન્ડસ્ટ્રીના સુપર બાઉલ ઈવેન્ટની આતુરતાપૂર્વક રાહ જોતો હોઉં છું. હું AAHOAના ચેરમેન તરીકે મારી મુદત પૂર્ણ કરી રહ્યો છું ત્યારે આ વર્ષના ઈવેન્ટની તૈયારી માટે અમારા એસોસિયેશને કરેલી કામગીરી અને વધુમાં વધુ વેન્ડર્સને સીધા જ નિર્ણયકારો સાથે સંપર્ક કરાવવા બદલ મને ગર્વ છે.’ તેમણે કહ્યું હતું કે, ‘AAHOAના સભ્યો દર વર્ષે સપ્લવાયર્સ પાછળ બિલિયન્સ ડોલર ખર્ચે છે. AAHOA હોટેલિયર્સને એવા લોકો સાથે સાથે સાંકળવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે જેઓ તેમને વધુ સારો, વધુ નફાકારક અને વધુ કાર્યક્ષમ બિઝનેસ ચલાવવામાં મદદ કરી શકે -AAHOACON એ સ્થળ છે જ્યાં વેપારી સોદાઓ થાય છે.’

લૌરા લી બ્લેક, પ્રેસિડેન્ટ અને સીઈઓ

AAHOAના પ્રેસિડેન્ટ અને સીઈઓ લૌરા લી બ્લેકે જણાવ્યું હતું કે,‘અમારી ટીમAAHOACON23 અત્યાર સુધીનું અમારાં સૌથી સફળ કન્વેન્શન્સમાં એક બની રહે તે માટે ઘડિયાળના કાંટે કામ કરી રહી છે. અમારી સંસ્થાને આ ઐતિહાસિક માઈલસ્ટોન સુધી પહોંચાડવામાં મદદ કરનારી અમારી સમગ્ર ટીમને હું વધાવી લઉં છું.’

ભરત પટેલ, આગામી ચેરમેન
AAHOAના આગામી ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે,‘AAHOA માટે આ ઘણો રોમાંચક સમય છે કારણકે અમારો મુખ્ય વાર્ષિક ઈવેન્ટ AAHOACONને ઈન્ડસ્ટ્રીના ઐતિહાસિક રીતે સૌથી અપેક્ષિત ‘સુપર બાઉલ’ ઈવેન્ટ તરીકે ગણાયો છે- આ ઈવેન્ટ મુખ્યત્વે હોટેલમાલિકો માટે છે જેમાં હજારો લોકો ઉપસ્થિત રહેશે, વિશ્વસ્તરીય મનોરંજન મળશે તેમજ સેંકડો વેન્ડર્સ હોટેલિયર્સ સાથે વેપાર કરવા સજ્જ હશે.’

ડેનિસ સ્મિથ, વાઈસ પ્રેસિડેન્ટ
AAHOAના વાઈસ પ્રેસિડેન્ટ ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ, ડેનિસ સ્મિથે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે,‘હું લાંબા સમયથી એક્ઝિબિશન બિઝનેસમાં છું અને AAHOAના સભ્યો સાથે બિઝનેસ કરવા આતુર વેન્ડર્સના ઉત્સાહ, રોમાંચ અને પ્રતિભાવો નિહાળીને હું ઘણો પ્રભાવિત થયો છું. અમારી ટીમ આ ઐતિહાસિક સીમાચિહ્ન સુધી પહોંચવામાં ભારે ઉત્તેજના અનુભવે છે. તેમનું લક્ષ્ય તેમની પ્રોડક્ટ્સ અને તેમને નાણા બનાવવામાં, નાણા બચાવવામાં, તેમના રોકાણોને સુરક્ષિત રાખવામાં તેમજ તેમના મહેમાનોને બહેતર સેવામાં મદદ કરી શકે તેવા સર્વિસ પ્રોવાઈડર્સ સાથે AAHOAના શક્ય વધુ સભ્યોનો સંપર્ક સાધવાનું છે.’


comments powered by Disqus