સિડનીઃ જો કોઈ વ્યક્તિ ખોટું કામ કરે છે તો તેને તેની સજા ભોગવવી પડે છે. ઓસ્ટ્રેલિયામાં એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નર્સિંગનો અભ્યાસ કરતી જાસ્મીન કૌરને તેના પૂર્વ બોયફ્રેન્ડ તારિકજોત સિંહે જીવતી દાટી દીધી હતી. તારિકજોતે આ બધું એટલા માટે કર્યું હતું, કારણ કે જાસ્મીને તેની સાથે રિલેશનમાં રહેવાની ના પાડી દીધી હતી.
તારિકજોત સિંહે 21 વર્ષીય જાસ્મીન કૌરનું 5 માર્ચ 2021એ તેના એડિલેડ કાર્યસ્થળ પરથી અપહરણ કર્યું હતું અને કારની ડિકીમાં ચાર કલાક સુધી ફેરવીને તેના કાર્યસ્થળથી 644 કિ.મી. દૂર દક્ષિણ ઓસ્ટ્રેલિયા રાજ્યના ફ્લિંડર્સ રેન્જમાં લઈ જઈ જીવતી દાટી દીધી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તારિકજોતે અગાઉ પણ જાસ્મીનને ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા.

