ચીનને ઝટકોઃ વિવાદિત બીઆરઆઈ પ્રોજેક્ટમાંથી ઈટાલી બહાર નીકળી ગયું

Wednesday 13th December 2023 06:05 EST
 
 

નવીદિલ્હી: ચીનના સૌથી મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ BRIમાંથી ઇટલીએ એક્ઝિટ કરી છે. આ અંગે ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીએ ભારતમાં જી20 શિખર સંમેલન દરમિયાન વ્યક્તિગત રીતે ચીનના વડાપ્રધાન લી કિયાંગ કોને જાણકારી આપી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઇટલી આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટમાંથી બહાર થઇ જવાનો નિર્ણય લઇ ચૂક્યું છે, કારણ કે તેના માટે કરાયેલી સમજૂતી અમારી આશા પૂર્ણ કરવામાં નિષ્ફળ છે.
ઇટાલી હવે ભારતની સાથે વ્યાપારિક સંબંધોને નવી ઊંચાઇઓ સુધી પહોંચાડવા માંગે છે. તેમણે જી20 દરમિયાન એક મહત્ત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા હતા. ઇટલીની પીએમ મેલોનીના નેતૃત્વવાળા એક જૂથે આ અંગે ચીનની સરકારને જાણકારી આપી છે.


comments powered by Disqus