પુતિને પણ માની ‘મોદીની ગેરંટી’: તેમનું કડક વલણ જોઈ આશ્ચર્ય થાય છે

Wednesday 13th December 2023 06:11 EST
 
 

નવી દિલ્હીઃ રશિયન રાષ્ટ્રપતિ પુતિને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ભરપેટ વખાણ કર્યાં. પુતિને કહ્યું કે, રશિયા અને ભારતના સંબંધ તમામ પ્રકારે મજબૂત થઈ રહ્યા છે. મોદીની પોલિસી ભારત અને રશિયાના સંબંધને વધુ મજબૂત કરવાની ગેરંટી છે. વ્લાદિમીર પુતિને મોદીનાં વખાણ કરતાં કહ્યું હતું કે, હું કલ્પના પણ નથી કરી શકતો કે મોદીને ભારતના હિતની વિરુદ્ધ કોઈપણ નિર્ણય લેવા માટે ડરાવી, ધમકાવી કે મજબૂર કરી શકાય છે. 


comments powered by Disqus