નવી દિલ્હીઃ પાકિસ્તાને એક ભારતીયને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાન એનાયત કર્યું છે. મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સૈયદના સાહેબનું સન્માન કર્યું હતું. આ દરમિયાન સિંધના ગવર્નર કામરાન ટેસોરી અને વિદેશમંત્રી જલીલ અબ્બાસ જિલાની પણ હાજર હતા. પાકિસ્તાન દ્વારા આ સન્માન મેળવનારા સૈયદના સાહેબ ચોથા ભારતીય છે.
સૈયદના સૈફુદ્દીનના કાર્યાલયે જણાવ્યું હતું કે, તેમને આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે યોગદાન ઉપરાંત વિશ્વમાં શાંતિને પ્રોત્સાહન આપવા માટે પણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન પાક. રાષ્ટ્રપતિએ સૈયદનાનાં વખાણ કરતાં કહ્યું કે, તેમણે પાકિસ્તાનમાં ઘણા જુદા જુદા પ્રયાસો કર્યા છે.

