સનાતન ધર્મ મુદ્દે અભદ્ર ટિપ્પણી કરવાના આરોપ હેઠળ ઉદયનિધિ અને તેને સમર્થન આપનારા પ્રિયંક ખડગે સામે રામપુરમાં કેસ દાખલ કરાવાયો છે. તેમની સામે ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવાનો આરોપ લગાવાયો છે.
• અયોધ્યામાં એરપોર્ટનું કામ પૂરુંઃ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. રેન-વે નાઇટ લેન્ડિંગ ઉપકરણ, એટીસી ટાવરનું નિર્માણકાર્ય પૂરું થઈ ગયું છે. નવેમ્બરથી અહીંથી વિમાનો ઊડવાનું શરૂ કરી દેવાશે.
• પીઓકેમાં સૂત્રોચ્ચારઃ ‘મોદી આઝાદી અપાવો’: પીઓકેના લોકોએ નરેન્દ્ર મોદી તેમને પાકિસ્તાનથી આઝાદી અપાવે તેવી માગ કરી છે. પીઓકેમા પાકિસ્તાનવિરોધી દેખાવો થઈ રહ્યા છે. પીઓકેનાં શહેરો, કસ્બાના લોકો સૂત્રોચ્ચાર કરતાં રસ્તા પર ઉતરી આવ્યા છે.
• પેટાચૂંટણીમાં ગઠબંધનનો 4, ભાજપનો ત્રણ બેઠક પર વિજયઃ દેશનાં છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામો શુક્રવારે જાહેર થયાં છે. આ પરિણામોમાં ઇન્ડિયા ગઠબંધનનો 4 અને ભાજપનો ત્રણ બેઠક પર વિજય થયો છે.
• મણિપુરમાં ફરી હિંસા, બે મોતઃ મણિપુરના તેગનોપાલ જિલ્લામાં શુકવારે હિંસક અથડામણ થઈ હતી, જેમાં બે લોકોનાં મોત થયાં હતાં જ્યારે લગભગ 50 જેટલી વ્યક્તિ ઘવાઈ હતી.
• સુભાષચંદ્ર બોઝના ભત્રીજાનું ભાજપમાંથી રાજીનામુંઃ નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા ચંદ્રકુમાર બોઝે ભાજપમાં ઉપેક્ષા થતી હોવાનું લાગતાં રાજીનામું આપી દીધું. તેમણે લખ્યું કે, સુભાષચંદ્ર બોઝની વિચારધારાને આગળ વધારવા સમર્થન પ્રાપ્ત થયું નથી.
• સનાતન એચઆઇવી જેવોઃ એ. રાજાઃ સનાતન ધર્મ વિશે દક્ષિણ ભારતના નેતાઓનો શાબ્દિક સનેપાત યથાવત્ છે. ઉદયનિધિ બાદ હવે તેમની પાટીના જ નેતા અને કોલ કૌભાંડના આરોપી રહી ચૂકેલા એ. રાજાએ સનાતનની તુલના એચઆઇવી અને કોઢ સાથે કરી.
• ચીનના બદલે અમેરિકાનો વિયેતનામ સાથે વેપારઃ ચીનના વિકલ્પ તરીકે વિયેતનામ અમેરિકા સાથે વેપાર વધારવા માગે છે. અમેરિકાના પ્રમુખે જણાવ્યું છે કે તેમને આનંદ છે કે વિયેતનામ વેપારમાં અમેરિકાને વ્યૂહાત્મક ભાગીદાર બનાવવા માગે છે.
• અમારા સંબંધ મુદ્દે ચીન ચૂપ રહેઃ નેપાળઃ નેપાળ અને ભારત વચ્ચે વિવાદ ઊભો કરવાના ચીનના ઇરાદા પર નેપાળે પાણી ફેરવી નાખ્યું હતું. નેપાળે ચીનને સ્પષ્ટ કહી દીધું છે કે ભારત સાથેના અમારા સંબંધો અંગે કોઈ જ નિવેદન કરવામાં ન આવે.
• આંધ્રમાં ચંદ્રાબાબુ નાયડુની ધરપકડ: સીઆઇડીએ શનિવારે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપીના મુખ્ય નેતા ચંદ્રાબાબુ નાયડુની એ.પી. કૌશલ વિકાસ નિગમ કૌભાંડ અંગે ધરપકડ કરી છે.

