મરાકેશઃ આફ્રિકાના દેશ મોરોક્કોમાં શુક્રવારે મોડીરાત્રે આવેલા શક્તિશાળી ભૂકંપમાં આશરે 1038 લોકોનાં મોત થયાં હતાં અને ભારે વિનાશ વેરાયો હતો. 6.8ની તીવ્રતાના આ વિનાશક ભૂકંપથી એટલાસ પર્વતોનાં ગામોથી લઈને ઐતિહાસિક શહેર મરાકેશ સુધીની ઇમારતોને ભારે નુકસાન થયું થયું હતું. દૂરના વિસ્તારો સુધીમાં રાહત ટુકડીને પહોંચવામાં મુશ્કેલી આવી રહી હોવાથી મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા છે.
યુએસ જિઓલોજિકલ સરવેએ જણાવ્યું હતું કે, રાત્રે 11:11 વાગ્યે ભૂકંપ આવ્યો ત્યારે તેની તીવ્રતા 6.8 હતી. આ ભૂકંપ કેટલીક સેકન્ડો સુધી ચાલુ રહ્યો હતો. 19 મિનિટ પછી 4.9ની તીવ્રતાનો આફટર શોર આવ્યો હતો. શુક્રવારના ભૂકંપનું કેન્દ્ર અલહૌઝપ્રાંતના ઇગિલ શહેરની નજીક હતું, જે મરાકેશથી આશરે 70 કિ.મી. દૂર આવેલું છે. મોરોક્કોની સિસ્મિક એજન્સીએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 11 ક્લિોમીટર દૂર હતું.

